DUBAI : ભારતીયોએ ખરીદી 84000 કરોડની સંપત્તિ, જાણો દુબઈમાં રોકાણ અંગેની A to Z મહિતી

0
56
meetarticle

વર્તમાન સમયમાં પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. સામાન્ય વર્ગ માટે ઘર લેવું એક સ્વપ્ન બની ગયું છે. હવે ઘર માત્ર રહેઠાણ પૂરતું સિમિત રહ્યું નથી, તે સ્ટેટ્સ સિમ્બોલ બની ગયું છે. આવામાં ઘણા લોકો દેશ-વિદેશમાં પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. ભારતની વાત કરવામાં આવે તો મુંબઈમાં 2BHK ફ્લેટની સરેરાશ કિંમત 2 કરોડ છે. જ્યારે બેંગ્લોરમાં 1.5 કરોડ અને દિલ્હી-NCRમાં 1.25 કરોડથી 1.80 કરોડ સુધીની છે. અમદાવાદમાં 2BHKનો ભાવ અલગ અલગ વિસ્તારોમાં અલગ છે. અમદાવાદમાં 2BHK ફ્લેટ માટે 50 લાખથી 2 કરોડ સુધી ચૂકવવા પડી શકે છે.

આવામાં એક રોકાણકાર તરીકે જો તમને ખબર પડે કે, દુબઈમાં પ્રોપર્ટી સસ્તી છે, તો તમે દુબઈમાં રોકાણ કરવાના વિકલ્પ વિશે ચોક્કસથી વિચાર કરી શકો છો. વર્ષ 2025માં ભારતીયો દ્વારા 35 બિલિયન દિરહામથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. હવે તમારા મનમાં સવાલ થશે કે, શા માટે ભારતીયો ભારતની જગ્યાએ છેક દુબઈમાં રોકાણ કરે છે? તેનું મુખ્ય કારણ દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી છે. ભારત અને વિદેશના લોકો દુબઈમાં મોટી સંખ્યામાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર, દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. 2024ના આંકડા ચોંકાવનારા છે. આ સાથે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ભારતીયો દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં સૌથી મોટા વિદેશી રોકાણકાર છે. આ મામલે ભારતીયોએ બ્રિટનને પાછળ છોડી દીધું છે. કુલ વિદેશી ટ્રાન્ઝેક્શનના 22થી 23 ટકા હિસ્સો ભારતનો છે. દુબઈના ટેસ્લા પ્રોપર્ટીસના સેલ્સ ડાયરેક્ટર અનિલ બાલ્યાનના જણાવ્યા અનુસાર, દુબઈના રિયલ એસ્ટેટમાં ભારતીય રોકાણકારોનું સ્થાન ટોપ 3માં યથાવત છે.

વર્ષ 2024ની વાત કરવામાં આવે તો ભારતીયોએ દુબઈમાં 35 બિલિયન દિરહામથી વધુનું રોકાણ કર્યું છે. જે ભારતીય રૂપિયામાં 84000 કરોડ થાય છે. દુબઈમાં કુલ રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન 411 બિલિયન દિરહામ સુધી પહોંચ્યું છે. જે ગત વર્ષની સરખામણીએ 37 ટકા વધારે છે. જ્યારે વર્ષ 2025ના પ્રથમ છ માસમાં આ આંકડો 431 બિલિયન દિરહામ સુધી પહોંચી ગયો છે. જે દર વર્ષે 25 ટકાનો વધારો દર્શાવે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક લેટેસ્ટ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, દિવાળી 2024ની ફેસ્ટિવલ સિઝનમાં ભારતીયોની ઈન્કવાયરી અને બુકિંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. દુબઈની એક પ્રોપર્ટ ફર્મ દ્વારા એક્સક્લૂસિવ દિવાળી પ્રમોશન સાથે ફ્લેક્સિબલ 1 ટકા માસિક ચૂકવણી યોજનાની ઓફર આપી હતી. Danube Group દ્વારા તો દિવાળી દરમિયાન 0.5 ટકા માસિક ચૂકવણીની યોજનાની ઓફર શરૂ કરી હતી. 2015થી 2023 વચ્ચે ભારતીયો રોકાણકારો દ્વારા દુબઈમાં 120 બિલિયન દિરહામથી વધુનું રોકાણ કર્યું છે. જેમાં ફક્ત મેટ્રો સિટીના લોકો જ સામેલ નથી, પરંતુ નાના શહેરોના લોકો પણ દુબઈમાં રોકાણ કરી રહ્યા છે.

દુબઈમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું સૌથી મોટું કારણ ત્યાંનો ટેક્સ ફ્રી માહોલ છે. દુબઈમાં કોઈ આવક વેરો નથી, જેથી તમારી સંપૂર્ણ આવક ટેક્સ ફ્રી છે. આ સાથે ત્યાં કોઈ પ્રોપર્ટી ટેક્સ કે કેપિટલ ગેઈન ટેક્સ નથી. જ્યારે ભારતમાં તમે પ્રોપર્ટી વેચો છો તો કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે. આ સાથે ભારતમાં પ્રોપર્ટી ખરીવા પર સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી અને પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડે છે. જે સામે દુબઈમાં માત્ર 4 ટકા ટ્રાન્સફર ફી જ ચુકવવાની હોય છે. ભારતમાં પ્રોપર્ટી પર લાગતા ટેક્સ અને ચાર્જના કારણે રોકાણકારોને વિદેશમાં પ્રોપર્ટી ખરીદવાના વિકલ્પોની શોધ કરવા મજબૂર થયા છે. આવામાં દુબઈમાં ભારતના મોટા શહેરો કરતા સસ્તી પ્રોપર્ટી મળે છે, જે કારણે રોકાણકારો ભારતની જગ્યાએ દુબઈમાં રોકાણ કરવા પ્રેરાય છે. દુબઈમાં રોકાણ કરવું વધુ સરળ છે.

દુબઈમાં રોકાણ કરીને ભારતીયો ભાડામાંથી તગડી કમાણી કરી શકે છે. દુબઈમાં ભાડું 6થી 11 ટકા સુધી મળે છે. જે દુનિયામાં સૌથી વધુ છે. ભારતમાં પ્રોપર્ટીની કિંમતની સરખામણીએ ભાડું ઘણું ઓછું છે. જે 2થી 5 ટકા છે. જો તમે ભાડાની આવક મેળવવા માંગો છો, તો નિષ્ણાતો દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાની સલાહ આપે છે.

જો તમે દુબઈમાં 1 કરોડની પ્રોપર્ટી ખરીદો છો, તો તમને દર વર્ષ 6થી 11 લાખ રૂપિયા સુધીની ભાડાની કમાણી થઈ શકે છે. જે ભારતમાં માત્ર 2થી 5 લાખ રૂપિયા જ છે. દુબઈનું પ્રોપર્ટી માર્કેટ હાઈલી લિક્વિડ છે. જ્યાં ટ્રાન્જેક્શન પ્રોસેસ ઝડપી અને પેપર વર્ક પણ ઓછું છે. આ સાથે બાયર પણ સરળતાથી મળી રહે છે.

દુબઈમાં યુએઈની સરકાર વિદેશી રોકાણકારોને અનુકુળ પોલિસી બનાવી છે. વિઝિટિંગ વિઝા, ઈન્વેસ્ટર વિઝાનો વિકલ્પ, સરળ રેગ્યુલેશન્સ અને મેઈન્ટેન્સ તેમજ હોમ ઓવનરશીપ સરળ રાખવામાં આવી છે. દુબઈની લાઈફસ્ટાઈલ ઘણી સુરક્ષિત છે. આ સાથે દુબઈમાં હાઈલી ડેવલોપ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ સાથે દુબઈનું વૈશ્વિક બજાર સાથે સીધુ જોડાણ હોવાના કારણે ભારતીયોને ગ્લોબલ માર્કેટ માટે એક સેતુ મળી રહે છે. દુબઈમાં વેલ્યુ ફોર મની વધુ છે. જે કારણે ભારતના નાના શહેરોમાંથી પણ લોકો રોકાણ કરતા થયા છે.

ભારતીય રોકાણકારો હવે દુબઈમાં હાઈ એન્ડ પ્રોપર્ટી ખરીદતા થયા છે. તેમાં બિઝનેસનેથી લઈને યુવા રોકારકારોનો સમાવેશ થાય છે. 2022ના આંકડા દર્શાવે છે કે, તે વર્ષે ખરીદાયેલી સંપત્તિમાં ભારતીયોનો હિસ્સો લગભગ 40 ટકા હતો. આમાંથી ઘણા લોકો દેશ છોડીને દુબઈમાં રહેવા અને રોકાણ કરવાનું વિચારી રહ્યા છે.

આ તમામ ફાયદા જોઈને તમે જો દુબઈમાં રોકાણ કરવાનું મન બનાવી લીધુ હોય તો થોભો અને જોખમો અને પડકારો વિશે પણ જાણી લો. દુબઈમાં રોકાણ કરવું સરળ અને ફાયદાકારક હોવાની સાથે સાથે જોખમી પણ છે. રેટિંગ એજન્સી ફિચ દ્વારા વધારાની સપ્લાય અંદાજે 210000 પ્રી કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના કારણે પ્રોપર્ટીની કિંમતમાં 15 ટકાનો સંભવિત ઘટાડો નોંધાઈ શકે છે, તેવી ચેતવણી આપવામાં આવી છે. દુબઈનું બજાર પર્યટન, વેપાર અને સ્થાનિક સ્થિરતા પર આધાર રાખે છે. જે કારણે આ બાબતો રિયલ એસ્ટેટ માર્કેટ પર પણ સીધી અસર કરી શકે છે.

આ સાથે ઘણા રિપોર્ટ કહે છે કે, દુબઈમાં ઈન્વેન્ટરી ઝડપથી વધી રહી છે. ઘણા ઝડપી પૈસા આવી રહ્યા છે. જે સામે દુબઈમાં રહેવાવાળા લોકોની સંખ્યા અને રેન્ટલ યીલ્ડની સ્થિરતા પર સવાલો ઉભા થાય છે. ઓફ પ્લાન પ્રોપર્ટીમાં રોકાણ કરવામાં કન્ટ્રક્શનમાં વાર લાગવા જેવા જોખમો સામેલ છે. જે કારણે રોકાણકારોએ આશા કરતા વધારે સમય સુધી રાહ જોવી પડી શકે છે. આ સાથે ભારત અને યુએઈ વચ્ચે વિનિમયમાં રેગ્યુલેટરી સાથે જોડાયેલા પડકારોને પણ અવગણી શકાય નહીં. તો રોકાણકારોને જોખમ સમજદારી સાથે લેવાની સલાહ આપવામાં આવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here