ડાંગ જિલ્લાના પ્રખ્યાત ડોન હિલ સ્ટેશન ના ઘાટ માર્ગ ના રસ્તા પર આજ રોજ ભૂસંખલન ના લીધે મોટા મોટા પથ્થરો રસ્તા પર આવી જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો
જેની જાણ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગને થતા વિભાગના અધિકારીઓ તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી જઈ જેસીબી થી મહાકાય પથ્થરો રસ્તા પરથી હટાવી દઈ રસ્તા ને રાબેતા મુજબ વાહન ચાલકો માટે પૂર્વવત કરી દેતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને રાહત થઈ હતી.


