સુરત : ડમ્પર ડ્રાઈવરે સ્પીડ બ્રેકર કૂદાવતા બાજુમાં બેઠેલો ક્લીનર ઉછળીને નીચે પટકાયો, તોતિંગ ટાયર માથા પરથી ફરી વળતાં દર્દનાક મોત

0
76
meetarticle

સુરત શહેરના પાલ ગૌરવપથ પર વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ડમ્પરમાંથી ઉછળીને નીચે પટકાયેલા ક્લીનર પરથી તોતિંગ ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાલ ગૌરવ પથ રોડ પરથી એક ડમ્પર પસાર થઈ રહ્યું હતુ. આ દરમિયાન ડ્રાઈવરે રસ્તામાં આવેલ સ્પીડ બ્રેકર કૂદાવતા આંચકો આવતા બાજુમાં બેઠેલો ક્લીનર ઉછળીને નીચે પટકાયો હતો.આ સમયે ડમ્પરનું તોતિંગ ટાયર ફરી વળતાં ક્લીનરનું માથું ચગદાઈ ગયું હતુ અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે અકસ્માત સર્જીને ડમ્પરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. આ સમયે સ્થાનિકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ક્લીનરની ઓળખ નરેશભાઈ ડામોર (રહે. પાલનપુર કેનાલ રોડ) તરીકે થઈ છે. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે ડમ્પરના ડ્રાઈવરની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here