બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થનાર છે. સાંસ્કૃતિક વારસાના જતન માટે સરકાર તરફથી શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫નું આયોજન કરાશે. જે અંતર્ગત શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રથમ ક્રમાંકને રૂ. ૫ લાખ, દ્રિતીય ક્રમાંકને રૂ. ૩ લાખ તથા તૃતીય ક્રમાંકને રૂ. ૧.૫૦ લાખ ઈનામ રૂપે રોકડ પુરસ્કાર અપાશે. આ સાથે અન્ય પાંચ પંડાલોને પણ રૂ. ૧ લાખાનું પ્રોત્સાહક ઇનામ અપાશે.
બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ પંડાલ આયોજકોને આ સ્પર્ધાઓમાં ભાગ લેવા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરાયો છે. આ સાથે કલેકટરએ ગણેશ ઉત્સવ દરમિયાન ધાર્મિક ઉજવણી સાથે પર્યાવરણના જતન માટે માટીની મૂર્તિનો ઉપયોગ કરવા જણાવ્યું છે. પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિનો ઉપયોગ ના કરવા જણાવ્યું છે.
આ સાથે ગણેશ પંડાલ માટે મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી( ઇકો ફ્રેન્ડલી), ઓપરેશન સિન્દૂર, દેશ ભક્તિ, સ્વદેશી થીમ આધારે પ્રાધાન્ય અપાશે.
REPOTER : દિપક પુરબીયા



