ગોમતી નદીમાં નાહવા પડેલા બે યુવાનો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. નદીના ઊંડા પાણીની ખાડીમાં ગરકાવ થતા આ બંને યુવાનોને ડૂબતા જોઈને તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓ મદદે આવ્યા હતા.યાત્રાધામ દ્વારકામાં રવિવારના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો, તેવામાં એક મોટી દુર્ઘટના થતા અટકી છે. ગોમતી નદીમાં નાહવા પડેલા બે યુવાનો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

નદીના ઊંડા પાણીની ખાડીમાં ગરકાવ થતા આ બંને યુવાનોને ડૂબતા જોઈને તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓ મદદે આવ્યા હતા. મીર અલ્તાફ અને કાયાભા નામના સ્થાનિક તરવૈયાઓએ પોતાના જીવના જોખમે પાણીમાં ઝંપલાવીને બંને યુવકોનો આબાદ બચાવ કરી લીધો હતો.બહારથી આવતા યાત્રિકોને ગોમતી નદીમાં સ્નાન કરવાનો ઉત્સાહ હોય છે, પરંતુ તેઓ નદીના અમુક ભાગોમાં પાણી ઊંડા હોવાની હકીકતથી અજાણ હોય છે, જેના કારણે આવી ઘટનાઓ બનતી રહે છે.
આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે હંમેશા તંત્રની કોઈ પણ બચાવ ટીમ ઘટનાસ્થળે હાજર હોતી નથી, જેના કારણે સ્થાનિક તરવૈયાઓ પર જ યાત્રાળુઓના જીવ બચાવવાની જવાબદારી આવી પડે છે. યાત્રિકોની સુરક્ષા માટે ગોમતી નદીના ઘાટ પર તંત્ર દ્વારા કાયમી ધોરણે બચાવકર્મીઓની ટીમ અને ચેતવણીના બોર્ડ મૂકવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

