VADALI : તાલુકા પંચાયત વડાલી દ્વારા ઈ-રિક્ષાનું લોકાર્પણ

0
55
meetarticle

વડાલી તાલુકા પંચાયત દ્વારા રીક્ષા નું લોકાર્પણ કરવામાં આવ્યું, જે ખાસ કરીને ગામોમાં કચરો એકત્ર કરવાની સેવા માટે અપાયેલી છે.


આ લોકાર્પણ પ્રસંગે મુખ્ય ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી તથા વડાલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ હાજર રહ્યા અને ઈ રીક્ષા નું લોકાર્પણ કર્યું! આ ઈ-રિક્ષાઓ દ્વારા ગ્રામ પંચાયતોએ કચરો એકત્ર કરવાની અને તેને યોગ્ય રીતે સંભાળવાની પ્રક્રિયા વધુ ઝડપી, અસરકારક અને પર્યાવરણમૈત્રી બનાવી શકાશે. ગ્રામ્ય સ્વચ્છતાને વધુ મજબૂતી મળશે અને લોકોને પણ સફાઈ પ્રત્યે જાગૃતિ વધશે.આ ઉમદા કાર્યક્રમે ભારતીય જનતા પાર્ટીના તાલુકા તથા શહેર એકમના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા તમામ સદસ્યો, તાલુકા પંચાયતના અધિકારીઓ અને લાભાર્થી ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
આ પ્રયાસ વડે “સ્વચ્છ ભારત મિશન”ના ધ્યેયોને ગ્રામ્ય સ્તરે અમલી બનાવવામાં વધુ એક પગલું ભરાયું છે.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ,ઇડર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here