ડભોઇ શહેરમાં મુસ્લિમોના રબી ઉલ અવલ પહેલા ચાંદ થી શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ વિસ્તારના મોહલ્લા ઓમાં લાઈટ ડેકોરેશનની રોશની સાથે પૈગંમ્બર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદુન નબીની ઉજવણીના ભાગરૂપે ઠેરઠેર મસ્જિરોમાં તકરીર વાયજ નો કાર્યક્રમ યોજતા રહ્યા છે
ડભોઇ શહેરની જુમ્મા મસ્જિદ ખાતે ગત રાત્રીના સમયે મૌલાના અનવર અશરફી તકરીર ના કાર્યક્રમમાં મોહમ્મદ પૈગંમ્બર સાહેબે દરેક મનુષ્ય માટે કઈ રીતના જીવન જીવવું અંગે સંદેશો આપ્યો હતો જેમાં હક અને ઇન્સાફ ની વાત કરવામાં આવી હતી. મોહમ્મદ પેગંમ્બર સાહેબ રહેમ દિલવાલા શાંતિ અને પ્રેમના સંદેશો આપ્યો હતો. બુરાઈ થી બચવા ખુદાને બંદગી કરવાની અને તેઓને સાદગી પૂર્વક જિંદગી ગુજારી હતી અને જિંદગીભર અલ્લાહની ઈબાદત કરી હતી દુનિયામાં રહેતા તમામ માટે અને અલ્લાહ ને રાજી રાખવા માટે મુસલમાનો એ દુનિયા માટે નહીં પણ અલ્લાહને ખુશ કરવા નમાઝ પઢવી એ મુસલમાનોની પહેચાન છે.ભારત દેશ બિનસામપ્રદાયિક દેશ છે દરેક જાતિના લોકો પોતાનો તહેવાર ઉજવી શકે છે. મુસ્લિમોનો પવિત્ર તહેવાર ઈદે મિલાદુન નબી 5 મી સપ્ટેમ્બરે મુસ્લિમ રબ્બી ઉલ બાર માં ચાંદ ઉજવણી કરવામાં આવશે સમગ્ર દેશભરમાં દરેક તહેવારો કોમી એકતાથી થવા જોઈએ કોઈપણ સમાજના લોકોને લાગણી ન દુભાય તે રીતના તહેવાર ઉજવવો જોઈએ ઈદે મિલાદ ના દિવસે જુલુસ દરમિયાન કોઈપણ જાતના નારા લગાવવા નહીં કે કોઈને તકલીફ પડે નહીં બંને સમાજના લોકોને અપીલ કરી છે
હળી મળીને તહેવાર ઉજવવો જોઇએ… જ્યારે કે જુમ્મા મસ્જિદના પેશ ઈમામ અનવર અશરફી એ વધુ મા જણાવ્યું હતું કે ભારત દેશ માં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવે સમગ્ર દુનિયામાં ભારતનું નામ ઊંચું રહે તેવી દુઆ કરી હતી્ આ પ્રસંગે સૈયદ સાદાત અને શહેરના પેશ ઈમામો અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



