NATIONAL : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે જાહેર કર્યો Voter વેરિફિકેશનનો આદેશ

0
60
meetarticle

બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાતા લિસ્ટની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા શરૂ કરી દી ધી છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખીને જાણ કરી છે. અને રાજ્યના ચૂંટણી અધિકારીઓને મતદારોના લિસ્ટનું પુનઃ નિરીક્ષણ પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં મતદારોના લિસ્ટનું પુનઃ નિરીક્ષણ હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યુ છે.. 1 ઑગષ્ટે રાજ્યમાં ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પ્રક્રિયા બાદ બિહારમાં 65 લાખ મતદારોના નામ વોટિંગ લિસ્ટમાંથી હટી જશે. આ એવા મતદારો હશે કે જેઓ હવે દુનિયામાં નથી. એવા પણ કેટલાક લોકો કેજેઓ સ્થાયી રીતે અન્ય રાજ્યમાં સ્થળાંતરિત થયા હોય. અથવા એવા કેટલાક મતદારો પણ હતા કે જેમનું નામ એક કરતા વધારે મતવિસ્તારમાં દાખલ હતું. આ મામલે વિપક્ષ વિરોધ કરી રહ્યુ છે.

બિહારમાં ખાસ મતદાર યાદી સુધારણા (SIR)નો પ્રથમ તબક્કો પૂર્ણ
ઉલ્લેખનીય છે કે બિહારમાં ખાસ મતદાર યાદી સુધારણા (SIR)નો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે, પરંતુ આ સમય દરમિયાન રાજકીય પક્ષો તરફથી એક પણ વાંધો કે સૂચન નોંધાયું નથી. બીજી તરફ સામાન્ય મતદારોએ મતદાર યાદીમાં સુધારો કરવામાં સક્રિયતા દર્શાવી અને ચૂંટણી પંચ સમક્ષ 1,927 કેસ દાખલ કર્યા. આ કેસો યાદીમાં લાયક મતદારોનો સમાવેશ અને અયોગ્ય મતદારોને દૂર કરવા સંબંધિત છે. જ્યારે 10,977 અરજીઓ ફોર્મ-6 હેઠળ નવા મતદારો ઉમેરવા, દૂર કરવા અને અન્ય ઘોષણાપત્રો સંબંધિત છે.
બિહારમાં રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા વચ્ચે સામાન્ય મતદારોએ મતદાર યાદીને સ્પષ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કમિશનને મળેલી 1,927 ફરિયાદો અને 10,977 અરજીઓ એ વાતનો પુરાવો છે કે સામાન્ય લોકો તેમના મતાધિકારથી વાકેફ છે. આ અરજીઓ મુખ્યત્વે નવા મતદારો ઉમેરવા, ખોટા નામ દૂર કરવા અને મતદાર યાદીમાં સુધારા કરવા સંબંધિત છે.

 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here