વાગરા: વિલાયત ચોકડી નજીક ઇલેક્ટ્રિક બાઈકમાં અચાનક આગ લાગી, સિક્યુરિટી ગાર્ડની બહાદુરીથી મોટો અકસ્માત ટળ્યો

0
182
meetarticle

વાગરા તાલુકાના વિલાયત ચોકડી પાસે એક ઇલેક્ટ્રિક બાઈકમાં અચાનક આગ લાગતા થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

બાઈક પાર્ક કરેલી હાલતમાં હતી. ત્યારે જ તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને થોડી જ વારમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો ડરી ગયા હતા.

પરંતુ નજીકમાં આવેલી કંપનીના એક સિક્યુરિટી ગાર્ડે સમયસૂચકતા વાપરી અને તાત્કાલિક પગલાં લીધાં હતા. ગાર્ડે કોઈપણ જાતનો સમય વેડફ્યા વગર અગ્નિશમન યંત્ર વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાઈ ન હતી અને કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. આ ઘટના બાદ ઈલેક્ટ્રિક વાહનોની સુરક્ષા અને જાળવણી પર ફરી સવાલો ઉભા થયા છે. સિક્યુરિટી ગાર્ડની બહાદુરી અને સમયસરની કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેની સ્થાનિક લોકો દ્વારા ખૂબ પ્રશંસા થઈ રહી છે.

રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here