પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝને ખાલિસ્તાની સમર્થકો તરફથી ધમકીઓ મળી રહી છે. આતંકવાદી પન્નુની ધમકી બાદ, ઓસ્ટ્રેલિયાના પર્થમાં તેના કોન્સર્ટમાં ખાલિસ્તાન તરફી નારા લગાવવામાં આવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં તેમના આગામી શોમાં ખલેલ પહોંપંજાબી સુપરસ્ટાર અને સિંગર દિલજીત દોસાંઝને ખાલિસ્તાની સમર્થકો તરફથી વારંવાર ધમકીઓ મળી રહી છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી ધમકી બાદ ઓસ્ટ્રેલિયાના પર્થમાં તેના કોન્સર્ટ દરમિયાન ખાલિસ્તાન તરફી નારા લગાવવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ પર્થમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં ધસી જઈને ખાલિસ્તાન તરફી નારા લગાવવાનું શરૂ કર્યું. પરંતુ તેનાથી હાજર દિલજીતના લાખો ફેન્સનો ઉત્સાહ ઓછો થયો નહીં અને શો સફળતાપૂર્વક ચાલુ રહ્યો. દિલજીતને પન્નુ તરફથી ધમકીઓ મળ્યા બાદ આ ઘટના બની.આ મામલો અહીંયા અટક્યો નહીં, પરંતુ ખાલિસ્તાની ગુંડાઓએ હવે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં દિલજીત દોસાંઝના આગામી શોમાં ખલેલ પહોંચાડવાની ધમકી આપી છે.
“કૌન બનેગા કરોડપતિ 17” માં અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કરતા જોવા મળ્યા બાદ દિલજીત સામે ધમકીઓ શરૂ થઈ ગઈ. આનાથી ખાલિસ્તાની સમર્થકો ગુસ્સે થયા, જેના કારણે ગુરપતવંત સિંહ પન્નુ અને તેમના પ્રતિબંધિત સંગઠન, શીખ્સ ફોર જસ્ટિસે તેમને નિશાન બનાવતો એક વીડિયો બહાર પાડ્યો.આ પહેલા ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ દિલજીત દોસાંઝ પર સીધો નિશાન સાધતો એક વીડિયો જાહેર કર્યો હતો અને તેને ખાલિસ્તાની પ્રચાર ફેલાવવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
દિલજીત દોસાંઝને મળી રહેલી સતત ધમકીઓ દર્શાવે છે કે વિદેશમાં કાર્યરત ખાલિસ્તાની તત્વો ભારતીય કલાકારો અને જાહેર હસ્તીઓ પર તેમના અલગતાવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે દબાણ કરી રહ્યા છે. પરંતુ દિલજીત અને તેના ફેન્સ આ ધમકીઓને અવગણવાનું ચાલુ રાખે છે અને તેના શોમાં મોટી સંખ્યામાં લોકો આવતા રહે છે.

