ENTERTAINMENT : આખરે ક્યાં અટવાઈ છે ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’? સાત વર્ષ બાદ અનુષ્કા શર્માનું ફિલ્મી પડદે કમબેક

0
34
meetarticle

અનુષ્કા શર્મા લાંબા સમયથી બોલીવુડની કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. જે કારણે ફેન્સ અનુષ્કાને મોટા પડદે જોવા માટે આતુર છે. અનુષ્કા છેલ્લે 2018માં રિલિઝ થયેલી ફિલ્મ ‘ઝિરો’માં જોવા મળી હતી

અનુષ્કા શર્મા લાંબા સમયથી બોલીવુડની કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. જે કારણે ફેન્સ અનુષ્કાને મોટા પડદે જોવા માટે આતુર છે. અનુષ્કા છેલ્લે 2018માં રિલિઝ થયેલી ફિલ્મ ‘ઝિરો’માં જોવા મળી હતી. હાલ અનુષ્કા તેની આગામી ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની રાહ દર્શકો આતુરતાથી જોઈ રહ્યા છે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક છે.

તાજેતરમાં ભારતીય મહિલા ટીમે આઈસીસી મહિલા વિશ્વ કપ 2025માં ચેમ્પિયન બની છે. જે કારણે દર્શકો આ ફિલ્મને રિલિઝ કરવાની માંગ કરી રહ્યા છે. ચકદા એક્સપ્રેસ ઝુલન ગોસ્વામીના સંઘર્ષપૂર્ણ જીવન પર આધારિત છે. આ ફિલ્મ બનીને તૈયાર છે, પરંતું અમુક કારણોસર મેકર્સ આ ફિલ્મને રિલિઝ કરી શક્યા નથી. આ ફિલ્મ રિલિઝ ન થવાના કારણે અનુષ્કાનું કમબેક પણ અટકી ગયું છે.

ફિલ્મ ચકદા એક્સપ્રેસના મેકર્સે નેટફ્લિક્સને લેટર લખીને આ ફિલ્મને રિલિઝ કરવાની માંગ કરી છે. આ ફિલ્મનું શુટિંગ 2022માં જ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન પણ પૂર્ણ થઈ ચુક્યું છે. આ લેટર અંગે મેકર્સે જણાવ્યું કે, અમે નેટફ્લિક્સ ઈન્ડિયાના ટોપ એક્જિક્યુટિવને પત્ર લખ્યો છે કે, કન્ફ્લિટથી ઉપર ઉઠો, જેથી આ ફિલ્મ રિલિઝ થઈ શકે. આ ફિલ્મની સ્ટોરી દિગ્ગજ ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. જે દર્શકો સુધી ચોક્કસથી પહોંચવી જોઈએ. જોકે, અમુક કારણોસર ઓટીટી પ્લેટફોર્મ દ્વારા આ ફિલ્મની રિલિઝ અટકાવી દેવામાં આવી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, નેટફ્લિક્સ હેડને ચકદા એક્સપ્રેસનો શેપ પસંદ આવ્યો નથી, આ ઉપરાંત પ્રોડક્શન હાઉસ પણ ઓવર બજેટ થઈ ગયું છે. આ સાથે પ્લેટફોર્મ હેડને આ પ્રોજેક્ટ પસંદ આવ્યો નથી. જે કારણે આ ફિલ્મ હજૂ સુધી રિલિઝ થઈ શકી નથી. જોકે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બન્યા બાદ ઝુલન ગોસ્વામીની બાયોપિકને ચારેતરફથી અટેન્શન મળી રહ્યું છે. આવામાં મેકર્સે ફિલ્મને રિલિઝ કરાવવા માટેની ગતિવિધિ તેજ કરી છે.

અનુષ્કા શર્માના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલ પોતાનો મોટાભાગનો સમય પરિવારને ફાળવી રહી છે. વામિકા અને અકાયના જન્મ બાદ તે લાઈમલાઈટથી દૂરી બનાવતી જોવા મળે છે. તે ઘણીવાર પતિ વિરાટ કોહલી સાથે સ્પોટ થાય છે. ઉલ્લેખનીય છે કે, તે વર્ષ 2024માં લંડનમાં શિફ્ટ થઈ છે. જોકે, કામના સિલસિલામાં અવારનવાર ભારત આવે છે.

ઝુલન ગોસ્વામીએ કુલ 12 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 44 વિકેટ લીધી છે. જેમાં તેણે 3 વાર 5 વિકેટ અને એકવાર 10 વિકેટ લીધી છે. 204 વનડેમાં ઝુલન ગોસ્વામીએ 255 વિકેટ લીધી છે. જેમાં તેણે બેવાર 5 વિકેટ લીધી છે. આ ઉપરાંત તેણે 68 ટી20 મેચ રમી છે. ટી20માં તેણે 56 વિકેટ લીધી છે, જેમાં તેણે એકવાર 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.

ઝુલન ગોસ્વામીના બેટિંગની વાત કરીએ તો તેણે 12 ટેસ્ટમાં કુલ 291 રન બનાવ્યા છે. જેમાં 2 ફિફ્ટીનો સમાવેશ થાય છે. જ્યારે વનડેમાં 204 મેચ રમી છે. જેમાં તેણે 1225 રન બનાવ્યા છે. ઝુલન ગોસ્વામીએ 68 ટી20 મેચ રમી છે, જેમાં 405 રન બનાવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here