ENTERTAINMENT : ટીવી સ્ટાર વિવિયન ડીસેનાના ઘરે ગુંજી ફરી કિલકારી, પત્ની નૂરાને આપ્યો પુત્રને જન્મ

0
13
meetarticle

ટીવીના લોકપ્રિય કલાકારોમાંના એક માનવામાં આવતા વિવિયન ડીસેના ફરી પિતા બન્યો છે. આ વાતની જાણકારી એક્ટરે પોતે પોસ્ટ શેર કરીને આપી છે, જેના કારણે સેલેબ્સથી લઈને ફેન્સ સુધીના તમામ તેને અભિનંદન આપી રહ્યા છે.

વિવિયન ડીસેના પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. ફરી એકવાર આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. હકીકતમાં, વિવિયન ડીસેના ફરી એકવાર પિતા બન્યા છે. તેની પત્ની નૂરન અલીએ પુત્રને જન્મ આપ્યો છે. વિવિયને પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી છે. આ પહેલા વિવિયન અને નૂરને એક દીકરાનું સ્વાગત કર્યું હતું. વિવિયને ઇન્સ્ટાગ્રામ પર ગુડ ન્યૂઝ શેર કરતા પોતાની પોસ્ટમાં લખ્યું, થોડા સમય માટે લોકોની નજરથી દૂર થઈ ગયો હતો.. કોઈ કારણ વગર નહીં.. કેટલીક સ્ટોરીઓ જાહેર કરવામાં આવતી નથી, તે બસ હંમેશા રહે છે. અમારો પરિવાર મોટો થયો છે અને આ વખતે પ્રિન્સ છે.

વિવિયને સોશિયલ મીડિયા પર પિતા બનવાની જાણકારી આપી કે તરત જ ફેન્સથી લઈને સેલેબ્સ સુધીના લોકોએ તેની પોસ્ટ પર કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો. વિવિયન ડીસેનાએ ગુપ્ત રીતે નૂરન અલી સાથે નિકાહ કર્યા હતા. આ લગ્ન માટે એક્ટરે ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો.વિવિયન સાથે લગ્ન પહેલા જ નૂરન બે દીકરીઓની માતા હતી. વિવિયને તે બે દીકરીઓને પણ અપનાવી હતી. લગ્ન પછી આ કપલને એક દીકરી થઈ અને હવે પુત્રનો જન્મ થયો છે. આમ, વિવિયન અને નૂરન હવે ચાર બાળકોના પેરેન્ટ્સ બની ગયા છે.

વિવિયન પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું વધુ પસંદ કરે છે. આ જ કારણ છે કે જ્યારે તેની પત્ની નૂરન પ્રેગ્નેન્ટ હતી ત્યારે કોઈને કાનોકાન ખબર પડી ન હતી. વળી, એક્ટરની પત્ની નૂરન અલી લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. નૂરન પહેલીવાર દુનિયાની નજરમાં ત્યારે આવી હતી જ્યારે તે પોતાના પતિ વિવિયનને મળવા બિગ બોસના ઘરમાં પહોંચી હતી. તે દરમિયાન નૂરનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here