ENTERTAINMENT : તનુશ્રી દત્તા એ બોલીવુડની ખોલી પોલ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘કોમ્પ્રોમાઇઝ’ના નામે થાય છે યુવા કલાકારોનું શોષણ

0
20
meetarticle

બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા આજે ફરી સમાચારમાં છે. અભિનેત્રી તનુશ્રી દત્તા કે જેણે ભારતમાં ‘MeToo’ ચળવળની મશાલ પ્રગટાવી હતી, તેણે ફરી એકવાર ગ્લેમર વર્લ્ડમાં છુપાયેલા અંધકારમય સત્યનો પર્દાફાશ કર્યો છે. તાજેતરમાં “મેરી સહેલી” પોડકાસ્ટમાં આપેલી મુલાકાતમાં, અભિનેત્રીએ ઉદ્યોગમાં થતા શોષણ, છેતરપિંડી અને નવા કલાકારોને ફસાવવા માટે વપરાતી યુક્તિઓ વિશે ગંભીર ખુલાસા કર્યા છે. તનુશ્રીની આ ચેતવણી ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ આંખોમાં સપના લઈને માયાનગરીમાં પગ મૂકે છે.

તનુશ્રીના જણાવ્યા અનુસાર, નવા આવનારા કલાકારોને ફસાવવા માટે ‘હાઈપ’ (Hype) નો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં કલાકારોને કહેવામાં આવે છે કે તેઓ અદભૂત દેખાય છે અને ચોક્કસ ‘સુપરસ્ટાર’ બનશે. એકવાર કલાકાર આ પ્રશંસાના નશામાં આવી જાય, પછી તેને ‘કામ મેળવવા’ માટે સમાધાન Compromise કરવા માટે ઉશ્કેરવામાં આવે છે. ઘણીવાર લોકો તેમની વાસ્તવિક પ્રતિભા જાણવાને બદલે માત્ર તેમને નિયંત્રિત કરવા માટે જાળ બિછાવતા હોય છે.

બાળપણમાં માતા-પિતા આપણને અજાણ્યા વ્યક્તિ પાસેથી ચોકલેટ ન લેવાની સલાહ આપે છે, પરંતુ તનુશ્રી કહે છે કે ફિલ્મ ઉદ્યોગમાં આ ‘ચોકલેટ’ અલગ છે. “અહીં ‘ચોકલેટ’ એટલે તમારા સપના, તમારી મહત્વાકાંક્ષા અને સફળતાની ઈચ્છા. લોકો તમારી આ જ નબળાઈનો ઉપયોગ કરીને તમને ખોટા માર્ગે દોરી જાય છે. તનુશ્રીએ ઉદ્યોગના એ પાસા પર પણ પ્રકાશ પાડ્યો જે ભાગ્યે જ હેડલાઇન્સ બને છે. તેણે જણાવ્યું કે જ્યારે યુવા કલાકારોનું શોષણ થાય છે અને ત્યારબાદ તેમને તરછોડી દેવામાં આવે છે, ત્યારે તેના પરિણામો ભયાનક હોય છે.

ઘણા કલાકારો માનસિક રીતે તૂટી જાય છે અને હારીને ઘરે પાછા ફરે છે. તો કેટલાક કલાકારો મોટા માંધાતાઓની ફસાવેલી જાળમાં ફસાય છે. ઇન્ડસ્ટ્રીમાં કામ અને દામ મેળવવા તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાય છે. કેટલાક કિસ્સાઓમાં, હતાશા એટલી વધી જાય છે કે વ્યક્તિ ગેરકાયદેસર કામો કે ખોટા વ્યવસાયોમાં ધકેલાઈ જાય છે. દુનિયા સામે ફક્ત સફળતાની વાર્તાઓ જ આવે છે, પરંતુ જેઓ આ જાળમાં હોમાઈ ગયા તેમની વાર્તાઓ દબાઈ જાય છે.

પોતાના અંગત અનુભવનો ઉલ્લેખ કરતા તનુશ્રીએ જણાવ્યું કે તેણે એક જાણીતી અભિનેત્રી સાથેની મિત્રતા માત્ર એટલા માટે તોડી નાખી કારણ કે તે અભિનેત્રી ‘સમાધાન’ ને વાજબી ઠેરવતી હતી. તનુશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું: “હું એક અભિનેત્રી છું, કોઈ સમાધાનકારી વ્યવસાયમાં નથી.” તેના મતે, કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય તે તેની અંગત પસંદગી હોઈ શકે, પણ કારકિર્દી માટે પોતાનું સન્માન વેચવું એ ક્યારેય વિકલ્પ ન હોવો જોઈએ.

તનુશ્રીએ કહ્યું કે મારી આ વાત કહેવાનો ઉદ્દેશ્ય ફિલ્મ જગતમાં આવતા યુવાનોને સતર્ક કરવાનો અને તેમના જીવ બચાવવાનો છે. તે માને છે કે જો તેની વાતો સાંભળીને થોડા લોકો પણ સાવધ થઈ જશે, તો તેનો આ પ્રયાસ સફળ ગણાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here