“ધુરંધર 2” ફિલ્મ રિલીઝ થવાને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે. રણવીર સિંહની “ધુરંધર ” ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત સુપરહિટ થઈ હતી. જેના બાદ લોકો તેનો બીજો ભાગ જોવા વધુ આતુર થયા છે. આ ફિલ્મે પ્રભાસની બાહુબલીની જેમ દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. કયારે આ ફિલ્મનો પાર્ટ-2 આવશે અને તેઓ રણવીરને બદલો લેતા જોઈ શકશે. “ધુરંધર” ફક્ત રણવીર જ નહીં તમામ પાત્રો અને ખાસ કરીને ડાયરેક્ટર આદિત્યધરથી લોકો પ્રભાવિત થયા. આ ફિલ્મ બાદથી બોલીવુડના દરેક સ્ટાર્સ તેમની સાથે કામ કરવા આતુર છે. પરંતુ અનિલ કપૂરના ખુલાસાએ લોકોને સ્તબ્ધ કરી દીધા.
બોલીવુડમાં એવરગ્રીન સ્ટાર કહેવાતા અનિલ કપૂરે આદિત્યધરની ઓફર ઠુકરાવી. “ધુરંધર 2” માં આદિત્ય ધર દ્વારા અનિલ કપૂરને ફિલ્મમાં કેમિયો કરવા ઓફર કરવામાં આવી હતી. પરંતુ અભિનેતાએ આ દિગ્ગજ ડાયરેકટરની ઓફર ના સ્વીકારી. “ધુરંધર 2” માટે આ કોઈ પ્રચાર નથી. આદિત્ય ધરે પોતે આ અભિનેતાને ફિલ્મ ઓફર કરી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી તેવો અનિલ કપૂરે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. ચાલો જાણીએ કે અનિલ કપૂરની આ ભૂમિકા નકારવા પાછળનું કારણ શું છે.

એક ન્યૂઝ વેબસાઇટ સાથેની મુલાકાતમાં, અનિલ કપૂરે “ધુરંધર 2” ને નકારવા પાછળના કારણો સમજાવ્યા. આદિત્ય ધરે “ધુરંધર 2” માટે તેમનો સંપર્ક કર્યો હતો. અનિલ કપૂરે કહ્યું, “આદિત્ય ઇચ્છતો હતો કે હું ફિલ્મમાં એક નાનો કેમિયો કરું. પરંતુ હું આજે જે છું તે મારી પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિકતાને કારણે છું. ફક્ત પ્રતિભા જ મહત્વપૂર્ણ છે; તમે આજે જે છો તે બની શકતા નથી. મેં તે સમયે મારી તારીખો બીજા ફિલ્મ નિર્માતાને આપી દીધી હતી.” અભિનેતાએ આદિત્ય ધરને ના પાડી, “મને આ કેમિયો કરવાનું ગમ્યું હોત, પરંતુ હું પહેલાથી જ પ્રતિબદ્ધ છું. તેઓ હવે ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે, જે ખૂબ સારી વાત છે. તે મારા માટે નુકસાન છે, પણ તે ઠીક છે.”
અનિલ કપૂરે કહ્યું કે તેઓ હાલમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. એટલે મારે આદિત્યને ના પાડવી પડી. મને આશા છે કે તેઓ ભવિષ્યમાં સાથે કામ કરશે. તેમણે પોતાનો મુદ્દો સમજાવતા કહ્યું, “મારા મનમાં પણ આ વાત છે કે આવું તેમની સાથે પણ થઈ શકે છે. એક મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવનાર અન્ય ફિલ્મ નિર્માતા મને ભૂમિકા ઓફર કરી શકે છે, જ્યારે મેં મારી તારીખો આદિત્યને આપી દીધી છે. જો હું તે ફિલ્મ કરવા જાઉં અને આદિત્યની તારીખો રદ કરું, તો તે સંપૂર્ણપણે બિનવ્યાવસાયિક હશે.

