ENTERTAINMENT : બીજી છોકરી સાથે રૂમમાં રંગેહાથ ઝડપાયો, સ્મૃતિ મંધાના સાથે કર્યો વિશ્વાસઘાત? સોશિયલ મીડિયા પર ખળભળાટ!

0
20
meetarticle

સંગીતકાર પલાશ મુછલનું અંગત જીવન હજુ પણ ચર્ચામાં છે. અભિનેતા અને સ્મૃતિ મંધાનાના મિત્ર વિદ્યાન માનેએ અભિનેતાનો ખુલાસો કર્યો, તેમના લગ્ન તૂટવાનું કારણ જણાવ્યું.

ફિલ્મ નિર્દેશક અને સંગીતકાર પલાશ મુછલ હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે તેના લગ્ન તૂટ્યા બાદ પલાશ ફરી એકવાર સમાચારોમાં છવાયા છે. આ વચ્ચે અભિનેતા વિદ્યાન માનેએ પલાશ પર ₹40 લાખની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. હવે વિદ્યાને પલાશ અને સ્મૃતિ મંધાનાના તૂટેલા લગ્ન વિશે ખુલ્લેઆમ વાત કરી છે અને પલાશને લઈને કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે.

34 વર્ષીય અભિનેતા વિદ્યાન માનેએ HT Cityને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે પલાશ અને સ્મૃતિના લગ્નની તૈયારીઓ દરમિયાન હાજર હતો. વિદ્યાનના જણાવ્યા મુજબ, પલાશને બીજી એક મહિલા સાથે એક રૂમમાં રંગે હાથે પકડવામાં આવ્યો હતો. તે સીન ખૂબ જ ભયાનક હતો. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલી સ્મૃતિ મંધાનાની ટીમે પલાશ મુછલને માર્યો પણ હતો. વિદ્યાને વધુમાં એવો આરોપ પણ લગાવ્યો કે પલાશનો આખો પરિવાર ચોર છે.

સાંગલીના રહેવાસી વિદ્યાન માનેએ પલાશ મુછલ પર ₹40 લાખની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. આ બાબતે વિદ્યાને જણાવ્યું કે જ્યારે તે પલાશની માતા અમિતા મુછલને મળ્યો હતો, ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું બજેટ વધીને ₹1.5 કરોડ થઈ ગયું છે. ત્યારબાદ અમિતાએ તેને ₹10 લાખનું રોકાણ કરવા દબાણ કર્યું હતું. વિદ્યાનનો દાવો છે કે આ દરમિયાન તેને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે જો તે પૈસા નહીં આપે તો તેને પોતાનું એક પણ રૂપિયો પાછો નહીં મળે.વિદ્યાને આગળ કહ્યું કે જ્યારે તેને ધમકીઓ મળવાની શરૂઆત થઈ, ત્યારે તેણે પોલીસ ફરિયાદ નોંધાવ
તેણે પલાશ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પલાશ તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. બાદમાં જ્યારે પલાશ અને સ્મૃતિના લગ્ન તૂટ્યા, ત્યારે સમગ્ર મુછલ પરિવારે તેને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો હતો. નોંધનીય છે કે વિદ્યાન સ્મૃતિ મંધાનાનો બાળપણનો મિત્ર છે અને તે પલાશ સાથે એક ફિલ્મમાં પણ કામ કરી રહી હતી.

આ તમામ આરોપો પર પોતાની પ્રતિક્રિયા આપતા પલાશ મુછલે જણાવ્યું છે કે તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા અને આધારવિહિન છે. તેના કહેવા મુજબ, આ બધું તેની છબી ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. પલાશના વકીલ શ્રેયાંશ મીઠારે જણાવ્યું છે કે આ મામલે તમામ મુદ્દાઓની કાનૂની રીતે તપાસ ચાલી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here