રિશી કપૂરનાં નિધનનાં છ વર્ષ બાદ હવે કપૂર પરિવારે તેની પર્સનાલિટીનાં મરણોત્તર કોપીરાઈટ્સ મેળવ્યા છે. હવે પછીથી રિશી કપૂરનાં નામનો કોઈપણ પ્રકારે ધંધાદારી ઉપયોગ કરનારી વ્યક્તિ કે સંસ્થાએ પહેલાં કપૂર પરિવારની આગોતરી મંજૂરી લેવી પડશે. રિશી કપૂરનો વારસો જાળવી રાખવા માટે આ પગલું લેવાયું છે.

વિશ્વભરમાં મૃત્યુ પામી ચૂકેલા કલાકારોની પર્સનાલિટી તથા ઈમેજ જાળવી રાખવા માટે આ પ્રકારના રાઈટ્સ મેળવવાની પ્રથા છે. હાલમાં એઆઈની મદદથી મૃત્યુ પામી ચૂકેલા કલાકારોના અવાજ, ઈમેજ, વિડીયો હૂબહૂ રિજનરેટ કરવાનો ચીલો શરુ થયો છે. આવા કોઈ પ્રયાસો સામે રક્ષણ મેળવવા માટે કપૂર પરિવારે આ પગલું લીધું હોવાનું મનાય છે.

