રિયાલિટી શો “The 50” હવે સમાપ્ત થઈ ગયો છે. અઠવાડિયાની તીવ્ર સ્પર્ધા અને મનોરંજક એપિસોડ પછી, શોને આખરે તેનો વિજેતા મળી ગયો છે. શિવ ઠાકરે “The 50″ના વિનર બન્યા. શરૂઆતમાં, શોમાં ટેલિવિઝન, સોશિયલ મીડિયા અને મનોરંજન ઉદ્યોગ સહિતના કુલ 50 સ્પર્ધકોએ ભાગ લીધો હતા. પરંતુ અંતિમ એપિસોડ સુધીમાં ફક્ત થોડા જ સ્પર્ધકો બાકી રહ્યા હતા. આખરે સેલિબ્રિટીઓને હરાવી શિવ ઠાકરએ ટ્રોફી જીતી અને ₹50 લાખની ઇનામી રકમ પણ પ્રાપ્ત કરી. જોકે, શોના ફોર્મેટ મુજબ, તેમણે જીતેલી રકમ એક ચાહકને દાનમાં આપી દીધી.
“The 50″ના ગ્રાન્ડ ફિનાલેમાં ફૈઝુ, રજત, કાકા, શિવ અને ક્રિષ્ના શોફ ટોચના 5માં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ એક ગેમમાં રજત હારી જતા શોમાં અંતિમ 4 લોકો વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ હતી. ફૈજુ, કાકા અને કૃષ્ણા શ્રોફ સાથે જોરદાર સ્પર્ધા બાદ શિવ ઠાકરેએ ‘ધ 50’ ની પ્રથમ ટ્રોફી જીતી. તેમને ટ્રોફી સાથે ₹50 લાખનું રોકડ ઇનામ પણ મળ્યું. જયારે અન્ય સ્પર્ધકોને “The 50″ના સંસ્થાપક દ્વારા દુબઈ ફરવાની ટિકિટને ભેટ અપાઈ. ચાહકોએ સોશિયલ મીડિયા પર શિવ ઠાકરેને અભિનંદન પાઠવ્યા, અને તેમની જીતને યોગ્ય ગણાવી. આ જીત સાથે, તેમણે ફરી એકવાર રિયાલિટી ટીવી જગતમાં તેમની વિશાળ ચાહક ફોલોઇંગ અને લોકપ્રિયતા સાબિત કરી છે.

પોતાની જીત વિશે બોલતા, શિવ ઠાકરેએ કહ્યું, “50નો અનુભવ મારા માટે સંપૂર્ણપણે નવો હતો. હું શિવ ઠાકરેનો એક અલગ પાસું બતાવવા માંગતો હતો, જે માને છે કે તમારે તમારી વાત રજૂ કરવા માટે બૂમો પાડવાની કે લડવાની જરૂર નથી. તમે તમારા પૂરા હૃદયથી રમત રમી શકો છો, તમારી જાત પ્રત્યે સાચા રહી શકો છો અને છતાં પણ જીતી શકો છો. પહેલી જ સિઝન જીતવી – ખાસ કરીને 50 અદ્ભુત ખેલાડીઓ વચ્ચે – એક એવી સિદ્ધિ છે જેને હું હંમેશા યાદ રાખીશ. તે મને અપાર આનંદ આપે છે.”
રિયાલિટી શો “The 50″માં શરૂઆતમાં ટેલિવિઝન, સોશિયલ મીડિયા અને મનોરંજનની દુનિયાના 50 સેલેબ્સ સામેલ હતો. જોકે, એક પછી એક, સ્પર્ધકો બહાર થઈ ગયા, અને શો તેના અંતિમ એપિસોડ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં, ફક્ત થોડા જ સ્પર્ધકો બાકી રહ્યા. સ્પર્ધકોમાં કરણ પટેલ, ફૈઝલ શેખ, દિવ્યા અગ્રવાલ, રિદ્ધિ ડોગરા, શિવ ઠાકરે, પ્રિન્સ નરુલા, ઉર્વશી ધોળકિયા, કૃષ્ણા શ્રોફ, નેહા ચુડાસમા, રજત દલાલ અને લવેકેશ કટારિયા લોકોના ફેવરિટ હતા. ઘણા અનુભવીઓ સામે સ્પર્ધા કર્યા બાદ આખરે શિવ ઠાકરેએ બાજી મારી. “ધ ૫૦” વિનર બન્યા શિવ ઠાકરે.
