મુંબઇ: શ્રદ્ધા કપૂરને હોલીવૂડના એક મોટા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી છે. તેણે સોશયલ મીડિયાના હેન્ડલ પર પોતાની આ ખુશી જાહેર કરી છે.
શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ જૂટોપિયા ટુનુંએક પોસ્ટર શેર કર્યું હતું. તેણે સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ઝૂટોપિયા ટુ પરિવારમાં સામેલ થવા માટે ઉત્સાહિત છું. તેણે વધુમાં લખ્યું હતું કે, જૂડી હોપ્સ જેવી એનર્જેટિક, બહાદુર અને ક્યૂટ કેરેકટરને મારો અવાજ આપવો એ મારા માટેએક શમણાંસમાન છે.


