સલમાન ખાનના ભાઈ અને એક્ટર અરબાઝ ખાન તાજેતરમાં બીજી વખત પિતા બન્યા છે. તેની પત્ની શૂરા ખાને પુત્રીને જન્મ આપ્યો છે અને હવે આ કપલે તેમની પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે, જેનો અર્થ સુંદર થાય છે.ખાન પરિવારના ઘરે ખુશીનો માહોલ છે. સુપરસ્ટાર સલમાન ખાનના ભાઈ અને પ્રોડ્યુસર-એક્ટર અરબાઝ ખાન પિતા બન્યો છે. અરબાઝ ખાનની પત્ની શૂરા ખાને ત્રણ દિવસ પહેલા 5 ઓક્ટોબરના રોજ એક પુત્રીને જન્મ આપ્યો છે.
શૂરાને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, ત્યારબાદ અરબાઝ તેની નાની પુત્રીને હાથમાં લઈને ઘરે જવા રવાના થયો હતો. અરબાઝ અને શૂરાએ તેમની પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે. અરબાઝ ખાન અને શૂરા ખાને એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે તેમને તેમની પુત્રી માટે ‘સિપારા’ નામ પસંદ કર્યું છે.

અરબાઝ ખાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે “સ્વાગત છે બેબી ગર્લ, સિપારા ખાન. શૂરા અને અરબાઝને પ્રેમ.” આ પોસ્ટ પછી આ કપલને ફેન્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ફેન્સે અરબાઝ અને શૂરાની પુત્રીના નામનો અર્થ શોધવાનું શરૂ કર્યું. સિપારા નામ સીધું કુરાન સાથે જોડાયેલું છે. સિપારાનો અર્થ “કુરાનનો એક ભાગ અથવા અધ્યાય” થાય છે. કુરાન ત્રીસ ભાગોમાં વહેંચાયેલું છે, જેમાંથી દરેકને “સિપારા” કહેવામાં આવે છે.
અરબાઝ અને શૂરાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં યુઝર્સે તેમની પુત્રીના નામના વખાણ કર્યા છે. એક યુઝર્સે કોમેન્ટ કરી છે કે “કેટલું સુંદર નામ. અલ્લાહ તમારા બધાને આશીર્વાદ આપે.” બીજા યુઝરે લખ્યું છે કે “કેટલું સુંદર નામ. તેનો અર્થ કુરાનના 30 પારા એટલે કે ભાગો છે.” ઘણા ફેન્સે પણ કોમેન્ટ કરી છે કે કપલને તેમની નવી ખુશી માટે શુભેચ્છાઓ.
અરબાઝ ખાન અને શૂરા ખાન 2023માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમને એક સેરેમનીમાં લગ્ન કર્યા હતા જેમાં ખાન પરિવારના સભ્યો અને ફક્ત ખૂબ જ નજીકના મિત્રો હાજર રહ્યા હતા. લગ્ન પછી આ કપલે સોશિયલ મીડિયા પર તેમના લગ્નના ફોટા શેર કર્યા અને તેમના લગ્નની જાહેરાત કરી.

