ENTERTAINMENT : અરિજીત સિંહના ફેન્સ માટે સારા સમાચાર, આમીરખાનની ફિલ્મ ‘એક દિન’માં ફેમસ ગાયકનો મધુર અવાજ સાંભળવા મળશે

0
16
meetarticle

અરિજીત સિંહના ફેન્સ માટે સારા સમાચાર. આમિરખાને ફોટો પરના કેપ્શનમાં લખ્યું હતું, “આભાર, અરિજિત, અમારી ફિલ્મ ‘એક દિન’ ને તમારો અવાજ આપવા બદલ.ફિલ્મોમાં સંગીત વધુ મહત્વનું છે. અનેક એવી ફિલ્મો છે જે તેના સંગીતના કારણે વધુ લોકપ્રિય થઈ છે અને બોક્સ ઓફિસ પણ કમાણી કરવામાં સફળ રહી છે. ફિલ્મી સંગીતનો જાદુ લોકો પર છવાયેલો રહે છે. એટલે જ જયારે ફેમસ સિંગર અરિજીત સિંહ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી ત્યારે તેના ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે ફરી એક વખત ફિલ્મમાં અરિજિત સિંહનો અવાજ સાંભળવા મળશે. આ ફિલ્મ આમિરખાનના પુત્ર જૂનૈદની “એક દિન” છે.

પ્લેબેક સિંગિગમાંથી સંન્યાસની અરિજીત સિંહની જાહેરાતે સૌને ચોંકાવ્યા હતા. અરિજીતને મનાવવા આમિર ખાન તેના ઘરે ગયો હતો. આમિર પોતે મુર્શિદાબાદમાં ગાયકના ઘરે ચાર દિવસ રોકાયો હતો. આમિરખાનની અરિજિતના ઘરની મુલાકાતના સમાચાર સામે આવ્યા બાદ એવી અટકળો શરૂ થઈ કે તે ગાયકને ફરીથી ફિલ્મો માટે ગાવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે આ અટકળોને આમીરખાનની એક પોસ્ટે વિરામ આપ્યો છે. તાજેતરમાં, આમિર ખાને એક પોસ્ટ શેર કરી છે જેમાં તે ગાયક અરિજિત સિંહ સાથે જોવા મળે છે. આમિરખાને આ પોસ્ટમાં અરિજીત સિંહનો આભાર માન્યો છે.

આમિરખાને ફોટો પરના કેપ્શનમાં લખ્યું હતું, “આભાર, અરિજિત, અમારી ફિલ્મ ‘એક દિન’ ને તમારો અવાજ આપવા બદલ. તમારી, તમારા પરિવાર અને તમારી ટીમ સાથે વિતાવેલા ચાર દિવસ જાદુઈ હતા. આમિરખાનની આ પોસ્ટ પુષ્ટી કરી કે અરિજિત સિંહ તેમની ફિલ્મ “એક દિન” ના એક ગીતને પોતાનો અવાજ આપી રહ્યા છે. 9 ફેબ્રુઆરીના રોજ આમિર ખાનના પ્રોડક્શન હાઉસે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પણ શેર કર્યો છે જેમાં આમિર ખાન અને અરિજીત સિંહ વાતચીત કરી રહ્યા છે. ફોટામાં, અરિજીત ગિટાર પકડીને બેઠો છે, જ્યારે આમિર તેને તેના ફોન પર કંઈક બતાવતો જોવા મળે છે.

જાન્યુઆરી મહિના અંતમાં અરિજીત સિંહે સોશિયલ મીડિયા પર પ્લેબેક સિંગિગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોસ્ટમાં ગાયકે લખ્યું હતું કે હું હવે પ્લેબેક સિંગર તરીકે કોઈ નવું કામ નહીં લઉં. પરંતુ સ્વતંત્ર સંગીત બનાવવાનું ચાલુ રાખશે. તેમણે જે પ્રોજેક્ટ્સ માટે પહેલાથી જ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તે પૂર્ણ કરી દેશે. આમીરખાનની જે ફિલ્મમાં અરિજીત સિંહ ફરી પ્લેબેક સિંગિગ કરવાના છે તેમાં તેનો પુત્ર જુનૈદ અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ‘એક દિન’ સુનિલ પાંડે દ્વારા દિગ્દર્શિત અને આમિર ખાન દ્વારા નિર્મિત છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here