તેમની આ પોસ્ટ તરત વાયરલ થઈ હતી. તેમની સોશિયલ મીડિયા પોસ્ટને સાત કલાકના સમયગાળામાં જ ૩૩ લાખથી વધુ લાઈક્સ મળી હતી. બોલીવૂડમાંથી શ્રેયા ઘોષાલ, રાજકુમાર રાવ, સોનમ, અનિલ કપૂર, દીપિકા પદુકોણ, રણવીર સિંહ, આયુષમાન ખુરાના, આદિત્ય ધર, કરિશ્મા કપૂર, સોનાક્ષી સિંહા, સોની રાઝદાન સહિતની અનેક હસ્તીઓએ તથા લાખો ચાહકોએ કપલ પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો.

બોલીવૂડમાં દીપિકા, આલિયા, બિપાશા સહિતની હિરોઈનોએ એક પછી એક પુત્રીઓને જન્મ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં પરિણિતી ચોપરાએ પુત્રને જન્મ આપ્યો હતો. કેટરિના ૪૨ વર્ષની વયે માતા બની છે. તે પ્રેગનન્ટ હોવાની અટકળો લાંબા સમયથી ચાલતી હતી. છેવટે ગઈ તા. ૨૩મી સપ્ટેમ્બરે તેમણે પ્રેગનન્સીની સત્તાવાર ઘોષણા કરી હતી. કેટરિના અને વિક્કીનાં લગ્ન ૨૦૨૧ના ડિસેમ્બરમાં રાજસ્થાનમાં બરવાળા ફોર્ટ ખાતે થયાં હતાં.

