ENTERTAINMENT : ખુલ્લ-ખુલ્લા પ્યાર કરેગેં હમ દોનો…જાહેર કાર્યક્રમમાં વિજયએ એવું શું કર્યું કે રશ્મિકા શરમથી લાલ થઈ ગઈ…

0
38
meetarticle

સાઉથનું ફેમસ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડાના લગ્નની અફવાઓ ઘણા સમયથી ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયામાં આજે બંનેનો એક વીડિયો જબરો વાયરલ થયો છે.

બોલીવુડ સેલેબ્સ અત્યારે સમાચારોની હેડલાઈન બન્યા છે. ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો તબિયતને લઈને સમાચારમાં છે. જયારે નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાના એક વીડિયોએ આજે ધૂમ મચાવી છે. રશ્મિકા અને વિજયના અફેરને લઈને લાંબા સમયથી અફવા બજાર ગરમ રહ્યું છે. કયારેય બંનેએ પોતાના રિલેશનને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ હાલમાં એક જાહેર કાર્યક્રમમાં અભિનેતા વિજયે એવું કંઇક કર્યું કે રશ્મિકા મંદાના શરમાઈ ગઈ.

સાઉથનું ફેમસ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડાના લગ્નની અફવાઓ ઘણા સમયથી ફેલાઈ રહી છે. અનેક વખત બંને જાહેરમાં સ્પોટ થયા છે. મીડિયા અહેવામાં સામે આવ્યું છે કે બંનેના લગ્નને લઈને તેમના પરિવારે પણ સમંતિ આપી છે. તેમણે પરિવારો સામે લગ્નના વચનો આપ્યા છે. લગ્નની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે, ત્યારબાદ આ દંપતી તેમના સંબંધોને સત્તાવાર બનાવશે. ઘણા સમયથી ડેટિંગ કરનાર આ કપલ આઉટડોર વેકેશન પર પણ જાય છે. અનેક વખત એક જ સ્થાન પરથી તેમના ફોટા જોવા મળ્યા પછી તેમના સંબંધની પુષ્ટિ થઈ હતી.

લગ્નની અફવાઓ વચ્ચે, ચાહકો હવે આ કપલનો ખુલ્લા પ્રેમને જોઈને ખૂબ ખુશ છે. ફિલ્મ “ધ ગર્લફ્રેન્ડ” ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકાને જોઈને, વિજયે કંઈક એવું કર્યું જેનાથી અભિનેત્રી શરમથી લાલ થઈ ગઈ. વાયરલ વીડિયોમાં દેખાય છે કે વિજય દેવેરાકોંડાએ એક કાર્યક્રમમાં ભીડ વચ્ચે રશ્મિકા મંડન્નાને જોયો કે તરત જ તેણે તેનો હાથ પકડી લીધો અને તરત જ તેને ચુંબન કર્યું. ત્યારપછી રશ્મિકાએ હસીને વિજય સાથે હાથ મિલાવ્યો. ત્યારપછી અભિનેત્રીને ખૂબ શરમાતી બતાવવામાં આવી હતી. કારણ કે રશ્મિકાને વિશ્વાસ નહોતો કે વિજય ભીડ સામે આવું કામ કરશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here