ભગવાન કૃષ્ણની ભક્તિ પર આધારિત આ ગુજરાતી ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મની કમાણીના આંકડા એટલા આશ્ચર્યજનક છે કે તમને તમારા કાન કે આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. દર્શકો આ ફિલ્મના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
આ ભક્તિમય ફિલ્મનું દિગ્દર્શન અંકિત સખિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કરણ જોશી, રીવા રાખ અને શ્રુહદ ગોસ્વામી મુખ્ય ભૂમિકામાં છે. સ્ટોરી એક રિક્ષાચાલકની આસપાસ ફરે છે જે ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે અને તેના ભૂતકાળ વિશેના ભયાનક સત્યોનો સામનો કરવા મજબૂર થાય છે. આ સમય દરમિયાન, તેને ભગવાન કૃષ્ણનું દર્શન થાય છે, જે તેનું આખું જીવન બદલી નાખે છે.
આ ફિલ્મ એક મહિના પહેલા એટલે કે દિવાળીના સમયે રિલીઝ થઈ હતી પરંતુ આ ફિલ્મનો ચમત્કાર હવે જોવા મળી રહ્યો છે કારણ કે, આ ફિલ્મ અત્યારે થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે અને તેના શો અત્યાર હાલ પણ હાઉસફૂલ છે. તેમજ દર્શકો આ ફિલ્મના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. પરિવાર સાથે દરેક લોકો ફિલ્મ જોઈ રહ્યા છે તેમજ આ ફિલ્મની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે, દેરક ફેન્સનું કહેવું એમ છે આ ફિલ્મ એક-વાર તો જોવી જ જોઈએ.

શ્રુહદ ગોસ્વામીએ એક ઈવેન્ટ દરમિયાન કહ્યું કે, ફિલ્મનું શૂટિંગ કરતા વખતે પૈસા નો હતા ફિલ્મ કેવી રીતે બની એ અમને ખબર ના પડી અમારી પાસે ફક્ત ખાવા-પીવા અને રહેવા જેટલા પૈસા જ હતા. એટલા ચમત્કાર થયા છે ફિલ્મ શૂટિંગ કરતી વખતે કે શું કહેવું તમને ત્યારે ખબર ના પડે પરંતુ પાછળથી તમે વિચારો એટલે તમને ખ્યાલ આવે કે આવું-આવું થયું હતું.
શ્રુહદે આગળ કહ્યું, અમને એક સીન માટે ગાયોની જરૂર હતી એટલે જુનાગઢમાં શૂટ કર્યું હતું અને એ વિસ્તાર એવો હતો કે જાનવરો આવે, રોજ આવે અમે લોકોને કહેતા કે અહીંયા શૂટ કરવાનું છે ગાય મળશે તો તેઓએ ના પાડી દીધી કે અહીંયા તો જાનવરો આવે છે ત્યાં ગાયોને ના લઈ જવા દઈએ એટલે અમે છેલ્લે હાર માની લીધી અને અમે ગાયો વગર શૂટ કરવાનું નક્કી કરી લીધું પછી અમે શૂટ કરવાનું ચાલુ કર્યું પરંતુ સૂર્યનો પ્રકાશ વધારે હતો અમારો કેમેરો પણ સાદો હતો એટલે અમે 2-3 કલાક રાહ જોઈ અને એટલામાં તો એક ભાઈ 7-8 ગાયો લઈને આવ્યો. અમે એ ભાઈને પૂછ્યું ગાયો થોડા સમય માટે અહીં રાખશો તો એ ભાઈ કે હા રાખો કે હું સાંજ સુધી તો અહીંયા જ છું, એટલે જે જગ્યાએ બધા લોકો ના પાડતા હતા કે અહીંયા તો ગાય ના લઈ જવાય એ જગ્યાએ ગાયો સામેથી આવી ગઈ અને અમે લોકોએ શૂટ કરી લીધું અને તો આવા નાના-નાના ચમત્કાર આખી ફિલ્મ શૂટ કરતી વખતે થયા છે. તમારે ખાલી તમારું કામ કરવાનું છે એ આવીને તમારી મદદ કરી જતા રહેશે….

