ENTERTAINMENT : દક્ષિણ ભારતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર

0
14
meetarticle

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્ટી કડગમ’ (TVK) અને ભાજપ (BJP) વચ્ચે ગઠબંધન માટેની વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું મનાઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે વિજયને NDAમાં સામેલ કરવા માટે એક આકર્ષક ઓફર આપી છે. ભાજપે વિજયની પાર્ટીને ગઠબંધનમાં 80 બેઠકો આપવાની તૈયારી દર્શાવી છે. વિજયને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર (ઉપમુખ્યમંત્રી) બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જો કે, અહેવાલો મુજબ વિજય પોતે મુખ્યમંત્રી પદની ઈચ્છા ધરાવે છે, જેના કારણે હાલ વાટાઘાટોમાં મામલો સમજાઇ રહ્યા છે.

તમિલનાડુના રાજકારણમાં વિજયની વિશાળ ફેન ફોલોઈંગ ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ભાજપના વ્યૂહરચનાકારો માને છે કે, રાજ્યમાં માત્ર 2% મતોનો તફાવત પણ હાર-જીતનું ચિત્ર બદલી શકે છે. વિજયને સાથે રાખીને ભાજપ રાજ્યમાં મજબૂત પકડ બનાવવા માંગે છે. આ માટે ભાજપ અન્ય એક રાજ્યના ડેપ્યુટી CM દ્વારા મધ્યસ્થી પણ કરાવી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બીજી તરફ, ભાજપ સાથે જોડાવાના સમાચારથી વિજયના અંગત સલાહકારો ચિંતિત છે. તેમને ડર છે કે, રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાવાથી TVKની ‘સ્વતંત્ર છબી’ ખરડાઈ શકે છે. વિજયે પોતાની પાર્ટીને તમિલનાડુમાં ‘ત્રીજા વિકલ્પ’ તરીકે રજૂ કરી છે, જે નેરેટિવ ગઠબંધનથી નબળો પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે વિજય ભાજપની આ ઓફર સ્વીકારીને સત્તાના સમીકરણોમાં જોડાય છે કે પછી એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કરે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here