ENTERTAINMENT : ‘બાબુરાવ’ના કારણે કપિલ શર્મા ફરી મુશ્કેલીમાં મૂકાયો! ‘હેરાફેરી’ના પ્રોડ્યૂસરે મોકલી નોટિસ, જાણો મામલો

0
221
meetarticle

કોમેડી કપિલ શર્માનો શો કાયદાની મુશ્કેલીમાં ફસાયો છે. નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ Netflixને નોટિસ ફટકારી છે. આ નોટિસ ફેસમ સેલિબ્રિટી વકીલ સના રઈસે ફિરોજ તરફથી મોકલી છે.

વાત એવી છે હાલમાં જ ‘ધ કપિલ શર્મા શો’નો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે અભિનેતા અક્ષય કુમાર તેની ફિલ્મ ‘Jolly LLB 3’ના પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યો હતો. આ શોમાં કીકૂ શારદા ‘બાબુરાવ’ની ભૂમિકામાં નજર આવી હતી. કીકૂ ‘બાબુરાવ’ના લૂકની કોપી જ નહીં પણ સાથે બાબુરાવનો ફેમસ ડાયલોગ પણ બોલતો નજર આવે છે. હવે કીકૂ શારદાએ ‘બાબુરાવ’ની કરેલી કોપીના કારણે નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ Netflix ને નોટિસ ફટકારી છે.

‘ધ કપિલ શર્મા શો’ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિરોઝ નડિયાડવાલાની મંજૂરી લીધા વગર તેમની ફિલ્મ ‘હેરાફેરી’નું જાણીતું પાત્ર બાબુરાવને દર્શાવવામાં આવ્યું છે. આ માત્ર કાયદાનો ભંગ જ નથી, પરંતુ વ્યાપારી રીતે કરવામાં આવેલી ચોરી પણ છે. વકીલ સના રઈસે નોટિસમાં લખ્યું છે કે, ‘બૌદ્ધિક સંપત્તિ કોઈ સામાન્ય વસ્તુ નથી. તે ક્રિએટિવિટીની આત્મા છે. મારા ક્લાયંટની ફિલ્મના આઈકોનિક પાત્રનો વગર મંજૂરીએ ઉપયોગ કરવામાં આવ્યો છે. કાયદો આવા અધિકારીઓની નબળાઈને સહન કરશે નહીં, જે કાયદાની રીતે પ્રાપ્ત કરવામાં આવી નથી.’

Netflixને આ નોટિસ મોકલનાર વકીલનું નામ સના રઈસ છે. તે એ જ વકીલ છે જેણે આર્યન ખાન અને શીના બોરા કેસમાં ઈન્દ્રાણી મુખર્જીને જામીન અપાવ્યા હતા. તે ઘણા ટોચના ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને સેલિબ્રિટીઓના કેસ પણ સંભાળે છે. નોંધનીય છે કે, તે અગાઉ BIG BOSS 17માં પણ જોવા મળી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here