છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચાઓ ફેલાઈ રહી છે કે કેટરિના કૈફ પ્રેગ્નેન્ટ છે. હવે, એક્ટ્રેસનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પાછલા થોડા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બોલીવૂડ જોડી કેટરિના કૈફ અને વિકી કૌશલ માતાપિતા બનવાના છે. જોકે, અત્યાર સુધી આ વાતની પુષ્ટિ કપલ દ્વારા જાહેર કરવામાં આવી નથી. તાજેતરમાં જ વિકી કૌશલ આર્યન ખાનની ફિલ્મ ‘બેડ્સ ઓફ બોલીવુડ’ના પ્રીમિયર ઈવેન્ટમાં હાજર રહ્યો ત્યારે કેટરિના કૈફ હાજર ન હતી, જેને કારણે ચર્ચાઓને વધુ જોર પક્ડયું હતું.
સોશિયલ મીડિયા પર હાલ કેટરિના કૈફનો એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મરૂન કલરના ગાઉનમાં દેખાઈ રહી છે અને તેનો બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળે છે. જોકે, હજી સુધી સ્પષ્ટતા થઈ નથી કે આ ફોટો તેની મેટરનિટી ફોટોશૂટનો ભાગ છે કે પછી કોઈ ખાસ કેમ્પેઈન માટેનો છે.

ફોટો સામે આવતા જ કેટરિના કૈફના ફેન્સમાં આનંદની લાગણી જોવા મળી છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસને અભિનંદન પાઠવ્યા છે. એક યુઝરે લખ્યું, એના માટે ઘણો આનંદ થાય છે, અભિનંદન! જ્યારે બીજાએ કહ્યું, મારું 14 વર્ષનું આંતરિક ફેનહાર્ટ ખુશીમાં ઉછળી રહ્યું છે!
કેટરિના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ 30 જુલાઈના આસપાસ શરૂ થઈ હતી, જ્યારે એક વીડિયો વાયરલ થયો જેમાં કેટરિના અને વિકી કૌશલ મુંબઈના ફેરી પોર્ટ પાસે નજરે પડ્યા હતા. વીડિયોમાં કેટરિના સફેદ ઓવરસાઈઝ શર્ટ અને બેગી પેન્ટમાં જોવા મળી હતી અને તેનું ચાલવાનું ઢબ થોડુંક અલગ લાગ્યું, જેને કારણે ગર્ભાવસ્થાની અટકળો ઊઠી. પછી 7 ઑગસ્ટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે વિકી-કેટરિના ઓક્ટોબર કે નવેમ્બરમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરી શકે છે. આ દાવાથી ચર્ચાઓ ચરમસીમાએ પહોંચી, પરંતુ હજુ સુધી આ દાવો સાચો કે ખોટો છે, એ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
વિકી કૌશલ અને કેટરિના કૈફે ડિસેમ્બર 9, 2021ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટમાં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. ત્યારથી ફેન્સ આ કપલના જીવનના નવા અધ્યાય માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચાઓ વચ્ચે બધા એ જ રાહ જોઈ રહ્યા છે કે કપલ પોતે આ અંગે કોઈ માહિતી જાહેર કરે.

