વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ને બોલિવૂડથી લઈને દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ સુધી દરેક માટે ખુશીઓ લાવી દીધી છે. 26 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં વિજય અને રશ્મિકાએ 2 વિધિ પ્રમાણે લગ્ન કર્યા. સાંજે રશ્મિકાએ લગ્નની તસવીર શેર કરતા ફેન્સમાં ખુશી ફેલાઈ. દરમિયાન વિજય દેવરકોંડાના ભાઈ આનંદ દેવરકોંડાએ એ પણ એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી. આ પોસ્ટ ખાસ રશ્મિકા માટે લખી હતી. તેમણે લખ્યું, ‘વાદીના’ તરીકે મને સૌથી સકારાત્મક અને દયાળુ વ્યક્તિ મળી. આનંદે શેર કરેલા પોસ્ટમાં લગ્ન બાદ રશ્મિકા અને વિજય સાથેનો પોતાનો ફોટો શેર કર્યો. આ ફોટામાં ત્રણેય ખુશીથી ઝળહળતા જોવા મળે છે.
આનંદ દેવરકોંડાએ પોતાની પોસ્ટમાં તેની ભાભી રશ્મિકાને ખુલ્લા હાથે આવકાર્યો છે. તેમણે લખ્યું કે ઘણી વખત એવા સમય હોત જ્યારે ચાહકો બૂમ પાડતા, ‘વાદીના, એલા ઉનારુ?’ અને મને ક્યારેય ખબર નહોતી કે કેવી પ્રતિક્રિયા આપવી. જણાવી દઈએ કે ‘વાદીના, એલા ઉનારુ?’ એટલે કે, ‘ભાભી, કેમ છો?’ “આજે મારા ભાઈના લગ્ન થયા છે, અને મને મારી ભાભી, વાદીનામાં ખૂબ જ સકારાત્મક અને દયાળુ વ્યક્તિ મળી છે. હું પ્રાર્થના કરું છું કે તેઓ બંને જીવનભર આમ જ હસતા રહે. તેઓ હંમેશા સાથે રહે, ખુશ રહે – એક સુંદર જીવન માટે.” આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે આનંદને વિજય અને રશ્મિકાના સંબંધો વિશે પહેલાથી જ ખબર હતી. તે બધું જ જાણતા હતા.

26 ફેબ્રુઆરી 2026, વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાના પતિ-પત્ની બન્યા છે. આ લગ્ન આંધ્ર અને કોડાવ સંસ્કૃતિમાં યોજાયા હતા, જે આખા પરિવારે જોયા હતા. પીએમ મોદીથી લઈને તેના ફેન્સ અને બોલીવુડ સેલેબ્સે પણ બંનેને અભિનંદન આપ્યા. રશ્મિકા અને વિજયના લગ્નમાં હાજરી આપનાર કૃતિ સેનન અને કલ્યાણી પ્રિયદર્શિનીએ કપલને અભિનંદન આપતી ખાસ નોંધ લખી હતી. તો વિકી કૌશલે પણ ન્યુ મેરિડ કપલ માટે સ્પેશિયલ નોંધ લખી અભિનંદન આપ્યા. રશ્મિકા અને વિજયની પોસ્ટ પર અનેક સેલિબ્રિટીઓએ ટિપ્પણી કરી હતી અને તેમને તેમના લગ્ન માટે અભિનંદન આપ્યા હતા. આયુષ્માન ખુરાના અને સામંથા રૂથ પ્રભુ સહિત અનેક સેલિબ્રિટીઓએ રશ્મિકા અને વિજયને અભિનંદન આપ્યા હતા.
