ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ આખરે તેના લગ્ન તૂટી ગયાની પોસ્ટ શેર કરી સત્તાવાર જાહેરાત કરી. આ પોસ્ટના થોડા કલાક બાદ સ્મૃતિની વધુ એક પોસ્ટે સોશિયલ મીડિયામાં હલચલ મચાવી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોની હેડલાઈન છે. હાલમાં મહિલા સ્ટાર ક્રિકેટર સ્મૃતિ તેના અંગત જીવનને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. સિંગર પલાશ અને સ્મૃતિના લગ્નને લઈને સોશિયલ મીડિયા અને સમાચારોમાં ચર્ચા થઈ રહી છે. સ્મૃતિ અને પલાશના લગ્ન આખરે કેમ રદ થયા તેને લઈને અફવાનું બજાર ગરમ છે. ત્યારે રવિવારના દિવસે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ આખરે તેના લગ્ન તૂટી ગયાના સમાચાર શેર કરતા તમામ અટકળો અને અફવાનો અંત આવ્યો છે. આ પોસ્ટ બાદ સ્મૃતિની વધુ એક પોસ્ટ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી દિધી છે.

મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ પલાશ સાથેના લગ્ન રદ થયા છે તેવી પોસ્ટ મૂકી જાહેરાત કરી હતી. સ્મૃતિએ પોસ્ટમાં લખ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી, મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે. હું હંમેશા વસ્તુઓ ખાનગી રાખું છું, પરંતુ હવે મારે સ્પષ્ટતા કરવાની જરૂર છે કે લગ્ન રદ કરવામાં આવ્યા છે.” વધુમાં સ્ટાર ક્રિકેટર સ્મૃતિએ કડક નિર્ણય લીધો. તેની જાહેરાત કરતાં કહ્યું કે તેના જીવનમાં હંમેશા એક મોટો હેતુ રહ્યો છે. ભારત માટે રમવું અને દેશને ટ્રોફી જીતવામાં મદદ કરવી. હવે મારું ધ્યાન હંમેશા ક્રિકેટ પર રહેશે.
સ્મૃતિની આ પોસ્ટ બાદ થોડા કલાકો પછી સોમવારે વધુ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં કેપ્શન આપ્યું “For me, calm isn’t silence – it’s control” આ સાથે જ પોતાનો ક્રિકેટ રમતો ફોટો શેર કર્યો. સ્મૃતિની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયામાં બહુ ઝડપથી વાયરલ થઈ. આ પોસ્ટને આઠ કલાકમાં 400,000 થી વધુ લાઈક્સ મળી. જણાવી દઈએ કે સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન 23 નવેમ્બરના રોજ થવાના હતા, પરંતુ લગ્ન પહેલાના થતા ફંકશનમાં સેબ્રિશન દરમિયાન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાના અચાનક બીમાર પડી જતા લગ્ન મુલતવી રખાયા હોવાનું સમાચારમાં ચર્ચા હતી.
બીજી બાજુ આ સમય દરમિયાન પલાશને તણાવને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સ્મૃતિના પિતાની તબિયત હાલમાં સ્વસ્થ છે. તેઓ ઘરે આવ્યા બાદ સ્મૃતિએ લગ્ન અંગે ચાલતી અફવાઓને અટકાવવા રવિવાર 7 ડિસેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી લગ્ન રદ થયાની સત્તવાર જાણકારી આપી. લગ્ન મુલતવી થવાને લઈને લોકોએ પલાશ પર દોષનો ટોપલો નાખ્યો હતો. યુઝર્સે આરોપ લગાવ્યો કે પલાશે સ્મૃતિ સાથે દગો કર્યો. આ બાબતને લઈને હજુ સુધી બંનેમાંથી કોઈ સ્પષ્ટતા કરી નથી. સ્મૃતિ, પલાશ અને પલાશની બહેન પલક મુછલે પણ ફેન્સને તેમના અંગત જીવનની ગોપનીયતા બાબતે અપીલ કરી હતી. સ્મૃતિની પોસ્ટ બાદ પલાશે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ મુશ્કેલ સમય છે. તેવી પોસ્ટ મૂકી ફેન્સને વધુ દખલ ના કરવા અપીલ કરી હતી.

