ENTERTAINMENT : વેલકમ ટુ ધી જંગલ ફિલ્મમાં સુનિલ શેટ્ટીનાં 3 ડાન્સ સોંગ હશે…

0
42
meetarticle

બોલીવૂડમાં કોમેડીના નામે આડેધડ પ્રયોગો ચાલી રહ્યા છે. હવે ‘વેલકમ ટુ ધી જંગલ’ ફિલ્મમાં સુનિલ શેટ્ટીનાં ત્રણ ડાન્સ સોંગ હશે તેવી જાહેરાત કરાઈ છે. મૂળ આ ફિલ્મ ૨૦૨૪માં રજૂ થવાની હતી. પરંતુ, નાણાંકીય તકલીફ સહિત અનેક મુદ્દે ફિલ્મ અટવાઈ પડી હતી. હવે તેનું શૂટિંગ ચાલતું હોવાની અપડેટ ક્યારેક ક્યારેક આવતી રહે છે. બે વર્ષથી અટવાતી ફિલ્મને ગમે તે ભોગે ચલાવી દેવા માટે સર્જકોએ આ એક વધુ નુસ્ખો અજમાવ્યો હોવાનું કહેવાય છે.

ફિલ્મની ટીમે કરેલી આ જાહેરાતની સંખ્યાબંધ નેટ યૂઝર્સ દ્વારા ઠેકડી ઉડાવાઈ હતી. કેટલાક લોકોએ કહ્યું હતું કે સુનિલ શેટ્ટીનો ડાન્સ જ એક મોટી કોમેડી હોય છે અને તેમાં તેનાં ત્રણ ત્રણ ડાન્સ સોંગ મૂકીને ફિલ્મ સર્જકો દર્શકોની આકરી કસોટી કરી રહ્યા છે. ફિલ્મની ટીમે જણાવ્યું હતું કે સુનિલ શેટ્ટીનું ‘આવારા પાગલ દિવાના’ ફિલ્મનું કેરેક્ટર જ એક ટ્વિસ્ટ સાથે આ ફિલ્મમાં રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં અક્ષય કુમાર સહિતના કલાકારોનો કાફલો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here