ધનુષ અને મૃણાલ ઠાકુરના લગ્નની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બંને કલાકારો 14 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરશે તેવી અફવાએ જોર પકડયું છે. જો કે આ અફવા પર અભિનેત્રી મૃણાલ ઠાકુર અને સાઉથ એક્ટર ધનુષે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. તેમજ બંને કલાકારોની ટીમોએ પણ આ બાબતે કોઈ ખુલાસો કર્યો નથી. ધનુષ અને મૃણાલનું આ અફવા પર મૌન હોવાથી વાયરલ સમાચારને વધુ વેગ મળ્યો છે. શું ખરેખર ધનુષ અને મૃણાલ લગ્ન કરવા જઈ રહ્યા છે. જાણો વાયરલ સમાચારનું સત્ય.

મૃણાલ ઠાકુર બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. મૃણાલની અભિનય કુશળતા અને સુંદરતા ચાહકોના હૃદયમાં જગ્યા બનાવી છે. મૃણાલ હંમેશા પોતાના અંગત જીવનને લઈને વધુ વાતો શેર કરતી નથી. પરંતુ અભિનેત્રી અત્યારે ડેટિંગ અટકળોને કારણે હેડલાઇન્સમાં રહે છે હાલમાં અભિનેત્રીના લગ્નની અફવાએ જોર પકડયું છે. સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે મૃણાલ સાઉથ અભિનેતા ધનુષ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એવી અફવાઓ છે કે ધનુષ અને મૃણાલ ઠાકુર આવતા મહિને વેલેન્ટાઇન ડે, 14 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરી શકે છે.
સોશિયલ મીડિયામાં ચર્ચા છે ધનુષ અને મૃણાલ એક ખાનગી સમારોહમાં લગ્ન કરશે. બંને કલાકારો ફક્ત નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્નના સાત ફેરા લેશે. ધનુષ અને મૃણાલના લગ્ન કરશે તેને બોલીવુડના લોકો પણ જ નહીં ચાહકો પણ અફવા માની રહ્યા છે. તેમનું માનવું છે કે આ ફિલ્મને લઈને કોઈ પ્રોપગેન્ડા અથવા પ્રમોશન માટેનો સ્ટંટ હોઈ શકે છે. હજુ સુધી આ વાતની કોઈ પુષ્ટિ થઈ નથી. આ અફવા પર બંને કલાકારોનું મોન ઘણું બધુ કહે છે. જણાવી દઈએ કે ઓગસ્ટ 2025 માં, ધનુષે સન ઓફ સરદાર 2 ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ત્યારબાદથી મૃણાલ અને ધનુષ એકબીજાને ડેટ કરતાં હોવાની અટકળો શરૂ થઈ હતી.
