વિવેક ઓબેરોયે વર્ષ 2003માંએક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે સલમાન ખાન પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો. એવું કહેવાય છે કે, તે સમયે વિવેક ઐશ્વર્યા રાયને ડેટ કરી રહ્યો હતો. પરંતુ આ પ્રેસ કોન્ફરન્સે વિવેકનું જીવન બદલી નાખ્યું અને તેની કારકિર્દી પર નકારાત્મક અસર પડી હતી. વિવેક ઓબેરોયે 2003ની તે ઘટનાને યાદ કરીને કહ્યું કે, હવે જ્યારે તે પાછળ ફરીને જુએ છે, ત્યારે તેને હસવું આવે છે. તેણે કહ્યું કે, ‘મને હવે એ ઘટનાની પરવા નથી, પરંતુ તે સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રી મારી સાથે આવું કર્યું હતું.’
વિવેક ઓબેરોયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મને યાદ નથી કે મારી સાથે શું થયું અને મને તેની પરવા નથી. જે બાબતોને છોડી દેવી મુશ્કેલ છે, તે તમારી માતાના ચહેરા પરના હાવભાવ અને તમારા પિતાનું રિએક્શન. મને તેમની આંખોમાં આંસુ જોવાનું નથી ગમતું.’

વિવેક ઓબેરોયે કહ્યું, ‘મુખ્ય વાત એ છે કે, એ યાદોને છોડી દેવી જોઈએ, કારણ કે તે બધી નકારાત્મક લાગણીઓને ઉત્તેજિત કરે છે.’ વિવેકે જણાવ્યું કે, ‘આ ઘટના પછી તેમને માત્ર ધમકીઓ જ મળી ન હતી, પરંતુ તેમને ઘણા પ્રોજેક્ટ્સમાંથી પણ બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો.’
વિવેક ઓબેરોયે કહ્યું કે, એ સમયે મારા પરિવારના સભ્યોને પણ અનેક ધમકીભર્યા ફોન આવતા હતા. એક સમય એવો આવ્યો જ્યારે બધા મને દરેક બાજુથી સાઈડ કરી રહ્યા હતા. કોઈ મારી સાથે કામ કરવા તૈયાર નહોતું, અને મેં પહેલા જે ફિલ્મો સાઇન કરી હતી, તેમાંથી રણ બહાર કરવામાં આવ્યો હતો. ‘આ સિવાય મને ઘણા ધમકીભર્યા ફોન આવ્યા. આ ફોન મારી બહેન, પિતા અને માતાને પણ કરવામાં આવ્યા હતા.’ જોકે વિવેકે ઐશ્વર્યાનું નામ લીધું ન હતું, પરંતુ તેણે કહ્યું કે, તેના અંગત જીવન પર પણ ગંભીર અસર પડી હતી.’
વિવેક ઓબેરોયે છેલ્લે કહ્યું કે, ‘આ સિવાય, મારું પ્રર્સનલ જીવન સંપૂર્ણપણે અસ્ત વસ્ત થઈ ગયું હતું. હું ડિપ્રેશનમાં આવી ગયો હતો અને કોઈપણ ‘મામાના છોકરા’ની જેમ, હું મારી માતા પાસે ગયો અને ખૂબ રડ્યો. મેં પૂછ્યું, ‘હું જ કેમ?’ ઘણા પ્રશ્ન પૂછ્યા. મારી માતાએ માત્ર એટલું જ કહ્યું, ‘શું તમે ક્યારેય આ સવાલ તમારી જાતને પૂછ્યો કે, તમે જ્યારે એવોર્ડ જીતી રહ્યા હતા, ફિલ્મો બનાવી રહ્યા હતા અને ફેન ફોલોઈંગ બનાવી રહ્યા હતા.’
વિવેક ઓબેરોય ટૂંક સમયમાં ‘મસ્તી 4’ માં જોવા મળશે. રિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાની અભિનીત આ ફિલ્મ ફ્રેન્ચાઇઝનો ચોથો ભાગ છે અને 2004 થી સીરીઝની કરોડરજ્જુ રહેલા ત્રણેય કલાકારોના કોમિક ટાઇમિંગને પાછું લાવશે.

