Bigg Boss 19માં આ અઠવાડિયે “વીકેન્ડ કા વાર”માં ધમાલ મચી. શોમાંથી જયારે આ કન્ટેસ્ટને ઘરમાંથી બહાર કરાયો ત્યારે બિગ બોસના સ્પર્ધક સહિત દર્શકોને પણ આંચકો લાગ્યો.
Bigg Boss 19માં આ અઠવાડિયે “વીકેન્ડ કા વાર”માં ધમાલ મચી. શોમાંથી જયારે આ કન્ટેસ્ટને બહાર કરાયો ત્યારે બિગ બોસના સ્પર્ધક સહિત દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે જ્યારે સ્પર્ધક પ્રણીત મોરેએ મેડિકલ ઇમરજન્સીને કારણે ઘર છોડયું હતું ત્યારે લાગ્યું કે હવે કોઈ બીજા સ્પર્ધકની ઘરમાંથી વિદાય થશે નહીં. પરંતુ આ વખતે મેકર્સે “વીકેન્ડ કા વાર”માં ડબલ એવિક્શનનો માસ્ટરસ્ટ્રોક આપ્યો. પરિણામે, અભિષેક બજાજ અને નીલમ ગિરીને ઘરમાંથી બહાર કરાતા ફેન્સને આંચકો લાગ્યો.
સલમાન ખાનનો Bigg Boss 19 શો દર્શકોને ફુલ એન્ટરટેઈન કરી રહ્યો છે. આ શો તેના ફિનાલેની નજીક છે. દર્શકો તરફથી આ શોને જબરદસ્ત પ્રતિસાદ મળતા રિયાલિટી શો તરીકે બિગ બોસ સીઝન 19 સુપરહિટ સાબિત થઈ છે. ગત સપ્તાહે વીક એન્ડકાવારમાં અભિષેક બજાજને હાસમાંથી બહાર કરાયો ત્યારે અશ્નૂર કૌર રડી પડી. અભિષેકના જવાથી અશ્નૂર ખૂબ દુઃખી થઈ હતી. તેણે અભિષેકને કહ્યું, મને વિશ્વાસ છે કે તું જરૂર પાછો આવીશ, ત્યારે અભિષેક પણ કહ્યું ભલે મેં શોની ટ્રોફી ના જીતી હોય પણ લોકોના દિલમાં સ્થાન ચોક્કસ બનાવ્યું છે.

વધુમાં અભિષેકે કહ્યું કે મારી ઇચ્છા છે કે તું આ ટ્રોફી જીતે. તારે વિજેતા બનવું જોઈએ, કોઈના પર વિશ્વાસ ન કર. તારી રીતે ગેમ રમ અને વિજયી બન. અભિષેક બજાજ ઉપરાંત નીમાલ ગિરીના ગયા પછી પણ બિગ બોસમાં ધમાલ મચી ગઈ હતી. ઘરના અન્ય સ્પર્ધક તાન્યા મિત્તલ, અમલ, કુનિકા અને શાહબાઝ પણ નીમાલ ગિરી જતા પોતાના આંસુ રોકી શક્યા નહીં.
જણાવી દઈએ કે બિગ બોસ 19માં જયારે બીમારીમાંથી પ્રણીત મોરે પાછો ફયો ત્યારે બિગ બોસે ખાસ શક્તિ આપી. આ શક્તિનો ઉપયોગ કરી અશ્નૂર કૌરને બચાવી. કારણ કે જે સ્પર્ધકો નોમિનેટેડ થયા હતા તેમાંથી પ્રણિત એકને જ બચાવી શકે તેમ હતો. આ સ્પર્ધકોમાં અશ્નૂર, નીલમ અને અભિષેક હતા જેમાંથી પ્રણીત મોરેએ આ ખાસ શક્તિનો ઉપયોગ અશનૂરને બચાવવા માટે કર્યો હતો. આ નિર્ણયના પરિણામે બિગ બોસ માટે મજબૂત દાવેદાર ગણાતા અભિષેકને બહાર કાઢવામાં આવ્યો.

