ENTERTAINMENT : ગુસ્તાખ ઈશ્ક ફિલ્મથી ફરી વિશાલ ભારદ્વાજ-ગુલઝારનું કોલબરેશન

0
86
meetarticle

ગીતકાર ગુલઝાર અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ ફરી ‘ગુસ્તાખ ઈશ્ક’ ફિલ્મથી કોલબરેશન કરી રહ્યા છે. વિજય વર્મા તથા ફાતિમા સના શેખની જોડી ધરાવતી ફિલ્મમાં નસીરુદ્દિન શાહ તથા શરીબ હાશ્મી સહિતના કલાકારો છે.

દાયકાઓ અગાઉ ગીતકાર-સંગીતકારની આ જોડીએ ‘જંગલબૂક’ થી તેમનું કોલબરેશન શરુ કર્યું હતું. તે પછી ‘માચિસ’, ‘ઓમકારા’ અને ‘મકબૂલ’ તથા ‘હૈદર’ સહિતની ફિલ્મોમાં તેમણે સાથે કામ કર્યું છે.

વિશાલ ભારદ્વાજ પોતે બોલીવૂડના ટોચના દિગ્દર્શકોમાં સ્થાન પામે છે પરંતુ ‘ગુસ્તાખ ઈશ્ક’ ફિલ્મમાં તેઓ ફક્ત સંગીતકાર તરીકે જ કન્ટ્રીબ્યૂટ કરી રહ્યા છે. આ ફિલ્મથી કોશ્યુમ ડિઝાઈનર મનિષ મલ્હોત્રા પ્રોડયૂસર તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. તાજેતરમાં રીલિઝ થયેલા ફિલ્મના ફર્સ્ટ લૂક પરથી આ ફિલ્મ એક પિરિયડ લવ ડ્રામા હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here