સંજય દત્ત બોલિવૂડના દિગ્ગજ એક્ટરોમાંથી એક છે. 1980ના દાયકામાં પોતાના કરિયરની શરૂઆત કર્યા બાદ ચાહકોનો ફેવરિટ બની ગયેલો ‘સંજૂ બાબા’ આજના જમાનામાં પણ ચાહકોનો પ્રિય એક્ટર છે. જોકે, હવે કારણ અલગ છે. સંજય દત્ત પહેલા પોતાના લુક, રોમાંસ અને દમદાર એક્શન માટે જાણીતો હતો. પરંતુ બોલિવૂડમાં કમબેક બાદ તેણે પોતાના કરિયરની દિશા અને દર્શકોના મનમાં પોતાની છબી સંપૂર્ણપણે બદલી નાખી છે.
હવે સંજય દત્ત ક્યૂટ બૉય નહીં પરંતુ ખતરનાક વિલન, એક શાનદાર બાહોશ ઓફિસર અને કઠોર પોલીસવાળો બની ગયો છે. તેના આ જ તમામ રૂપો અલગ-અલગ ફિલ્મોમાં છેલ્લા 4 વર્ષમાં જોવા મળ્યા છે. 4 વર્ષોમાં સંજયે ‘KGF 2’, ‘જવાન’, અને ‘ધુરંધર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. આ બધામાં એક ખાસ ખાસ વાત છે કે તે તમામ ફિલ્મોએ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 1000 કરોડનો આંકડો પાર કર્યો છે. આ સાથે જ સંજય દત્ત એકમાત્ર બોલિવૂડ એક્ટર બની ગયો છે જેની એક નહીં પરંતુ 3 ફિલ્મો 1000 કરોડના ક્લબમાં સામેલ છે. આમ આમિર, સલમાન કે શાહરુખ નહીં પણ બોક્સ ઓફિસનો અસલ બાદશાહ સ

સંજય દત્તની પહેલી મોટી પેન-ઈન્ડિયા હિટ રહેલી ફિલ્મ ‘KGF 2’એ લગભગ 1,230 કરોડનું શાનદાન કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં તેણે વિલન અધીરાની ભૂમિકા ભજવી હતી. તેના આ પાત્રને દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી. ત્યારબાદ સંજય દત્ત શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’માં એક નાની પણ દમદાર ભૂમિકામાં દેખાયો. આ ફિલ્મે લગભગ 1,160 કરોડની કમાણી કરી હતી.
તેની લેટેસ્ટ ફિલ્મ ‘ધુરંધર’ છેલ્લા એક મહિનાથી દેશની સાથે-સાથે વિદેશમાં પણ છવાઈ ગઈ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને અક્ષય ખન્નાના અભિનયની વ્યાપક ચર્ચા થઈ રહી છે. પરંતુ ચૌધરી અસલમ ખાન જેવા બાહોશ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવનારા સંજય દત્તે આનાથી પોતાનો જ અલગ રેકોર્ડ બનાવી લીધો છે. ‘ધુરંધર’એ વર્લ્ડવાઈડ લગભગ 1,250 કરોડનું કલેક્શન કરી લીધું છે અને હજું પણ તેની કમાણી ચાલુ છે. આ સાથે જ સંજય દત્ત એકમાત્ર બોલિવૂડ એક્ટર બની ગયો છે જેની ત્રણ ફિલ્મોએ 1,000 કરોડની કમાણી કરી છે.
સંજય દત્ત બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ એક્ટર્સમાંથી એક છે. તેણે પોતાની કરિયરમાં રોમેન્ટિક, એક્શન અને કોમેડી સુધી બધું કર્યું છે. ફિલ્મ ‘ખલનાયક’, ‘વાસ્તવ’ અને ‘સાજન’ જેવી ફિલ્મોએ તેને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અભિનેતા તરીકે સ્થાપિત કર્યો. ત્યારબાદ ‘મુન્નાભાઈ MBBS’ એ તેને ઈન્ડસ્ટ્રીમાં વધુ એક બ્રેક આપ્યો. તેણે દર્શકોને બતાવ્યું કે તેઓ એન્ટી-હીરોની સાથે-સાથે કોમેડી વાળા રોલ્સ પણ કરી શકે છે. વર્તમાન સમયમાં સંજય દત્તની ભૂમિકાઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તે વિલનની સાથે-સાથે કઠોર પાત્ર ભજવીને ચાહકોના દિલ જીતી રહ્યો છે. તે ટૂંક સમયમાં ‘ધુરંધર 2’ માં જોવા મળશે.
