આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે વિખવાદ થયો હોવાનો દાવો કેટલાક વાયરલ વિડીયોના આધારે કરાયો હતો. જોકે, આલિયાએ આ તમામ અફવાઓને હસી કાઢી છે. આલિયાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે માત્ર સાત સેકન્ડના વિડીયોના આધારે સાત વર્ષનાં સંબંધનું માપ ન કાઢવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરનાં લગ્ન એપ્રિલ ૨૦૨૨માં થયાં હતાં. તે પહેલાં ત્રણ વર્ષથી તેઓ રિલેશનશિપમાં હતાં.

કેટલાક વિડીયોમાં આલિયા અને રણબીરના હાવભાવના આધારે બંને વચ્ચે અણબનાવ હોવાની અટકળો લોકોએ લગાવી હતી. જોકે, આલિયાએ કહ્યું હતું કે ત્રણ સેકન્ડ કે સાત સેકન્ડના વિડીયોના આધારે લોકો કોમેન્ટ કરી રહ્યાં છે પરંતુ અમે તેનાં કરતાં અનેક ગણી ક્ષણોથી સાથે છીએ. આ બધા બકવાસથી અમને કોઈ ફરક પડતો નથી કારણ કે તેમાં કોઈ તથ્ય નથી.
