ENTERTAINMENT : ખામોશ! શત્રુઘ્ન સિન્હાની પર્સનાલિટી અને ડાયલોગના દુરુપયોગ પર બોમ્બે હાઈકોર્ટની રોક

0
1
meetarticle

દિગ્ગજ અભિનેતા અને નેતા શત્રુઘ્ન સિન્હાને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેમના નામ, અવાજ, તસવીર અને ફેમસ ડાયલોગ ‘ખામોશ’ના સોશિયલ મીડિયા, ઈ-કોમર્સ અને અશ્લીલ વેબસાઈટ્સ પર થતા દુરુપયોગ સામે વચગાળાનો મનાઈહુકમ(Injunction Order) જાહેર કર્યો છે.

79 વર્ષીય અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, મારી મંજૂરી વિના જ મારી કોમર્શિયલ ઓળખનો અયોગ્ય રીતે ઉપયોગ કરાઈ રહ્યો છે. આ મામલે તેમણે ટેક કંપનીઓ અને અજાણી વ્યક્તિઓ પાસેથી ₹20 કરોડના વળતરની પણ માંગ કરી છે.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ શર્મિલા દેશમુખે આ અંગે મહત્ત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, અભિનેતા શત્રુઘ્ન સિન્હાના નામ, દેખાવ, અવાજની નકલ અને તેમના ‘પર્સનાલિટી રાઈટ્સ’નું રક્ષણ કરવું અનિવાર્ય છે. આ બાબતને ગંભીરતાથી લેતા કોર્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI), ડીપ ફેક, ફેસ મોર્ફિંગ, મીમ્સ, GIF અને ડિજિટલ સ્ટીકર્સ દ્વારા થતા તેમના વ્યક્તિત્વના દુરુપયોગ પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે. વધુમાં, કોર્ટે નોંધ્યું હતું કે કોઈપણ કલાકારના પ્રદર્શનને વિકૃત કરવું એ કોપીરાઈટ એક્ટની કલમ 38B હેઠળ તેમના નૈતિક અધિકારોનું સીધું ઉલ્લંઘન છે.

આ દરમિયાન હાઈકોર્ટે સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સ સાઇટ્સને પણ આદેશ આપ્યો છે કે, આ પ્રકારનું કન્ટેન્ટ અપલોડ કરનારા કે વેચનારા લોકોની વિગતો(સરનામું, સંપર્ક નંબર વગેરે) જાહેર કરવામાં આવે. આ દરમિયાન હાઈકોર્ટે અજાણ્યા તત્ત્વો અને વિવિધ પ્લેટફોર્મ્સ વિરુદ્ધ એક્સ-પાર્ટી ઓર્ડર પાસ કર્યો છે. આ મનાઈ હુકમ 30 માર્ચ સુધી અમલમાં રહેશે, ત્યારબાદ આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here