દિલજીત દોસાંઝ હાલમાં વિવાદોમાં ફસાયો છે. એક ખાલિસ્તાની સંગઠને તેમને દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પ્રત્યે આદર દર્શાવવા બદલ ધમકી આપી હતી. આ ઘટના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 17 ની પ્રમોશનલ ક્લિપ રિલીઝ થયા પછી બની હતી. ગઈકાલ 31 ઓક્ટોબરના રોજ પ્રસારિત થયેલા એપિસોડના એક દિવસ પહેલા પ્રતિબંધિત ખાલિસ્તાની જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) એ દોસાંઝને નિશાન બનાવ્યો હતો. વીડિયોમાં તે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શતો જોવા મળ્યો હતો.
SFJ ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ ગાયક દિલજીત દોસાંઝને ચેતવણી આપી હતી. આ સાથે 1 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયામાં તેમના કોન્સર્ટને રોકવાની ધમકી આપવામાં આવી હતી, આ વિવાદ વચ્ચે દિલજીત દોસાંઝે ઇન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી, એવુ કહેવાય છે કે, આ તેમનો પ્રતિભાવ માનવામાં આવે છે. ધમકીઓ પર સીધી ટિપ્પણી કર્યા વગર તેમણે લખ્યું કે, KBC માં તેમની ભાગીદારી સ્વ-પ્રમોશન કરતાં સામાજિક ચિંતાઓથી પ્રેરિત હતી.

દિલજીત દોસાંઝે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પંજાબીમાં લખ્યું, ‘હું ત્યાં કોઈ ફિલ્મ કે ગીતના પ્રમોશન માટે ગયો ન હતો. હું ત્યાં પંજાબના પૂર માટે ગયો હતો… જેથી નેશનલ લેવલ પર તેની ચર્ચા થઈ શકે… અને લોકો દાન કરી શકે.’ અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ 17’ માં દોસાંઝનું પ્રદર્શન પંજાબમાં પૂર રાહત તરફ ધ્યાન દોરવા માટે હતું.
ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ 1 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયામાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને બંધ કરવાની ધમકી આપી હતી. આ દિવસે અકાલ તખ્ત સાહેબે ‘શીખ નરસંહાર સ્મૃતિ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. દિલજીત દોસાંઝે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કરીને આ કાર્યક્રમની શરુઆત કરી હતી. દિલજીત દોસાંઝે અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 17 માં ભાગ લીધો હતો. શોના પ્રોમોમાં તે બચ્ચનના પગ સ્પર્શ કરીને તેમને ગળે લગાવતો જોવા મળ્યો હતો.
આતંકવાદી સંગઠન ખાલિસ્તાનીના કહેવા અનુસાર, અમિતાભ બચ્ચન એ બોલિવૂડ અભિનેતા છે, જેમણે 31 ઓક્ટોબર, 1984 ના રોજ ‘ખૂન કા બદલા ખૂન’ ના નારા સાથે ભારતીય ટોળાને ઉશ્કેર્યા હતા, જેના કારણે સમગ્ર ભારતમાં 30,000 થી વધુ શીખ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા હતા.
SFJ જનરલ કાઉન્સેલ ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું હતું કે, ‘અમિતાભ બચ્ચન કે જેમના શબ્દોથી હત્યાકાંડને ઉકશાયો હતો. દિલજીત દોસાંજે તેમના પગ સ્પર્શ કરીને 1984 ના શીખ નરસંહારના દરેક પીડિત, દરેક વિધવા અને દરેક અનાથનું અપમાન કર્યું છે. આ અજ્ઞાનતા નથી પણ વિશ્વાસઘાત છે. જીવતા સળગાવી દેવામાં આવેલા શીખો, બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ અને કતલ કરાયેલા બાળકોની રાખ હજુ ઠંડી પડી નથી. કોઈપણ શીખ જે પોતાના અંતરાત્માની વાત સાંભળે છે તે 1 નવેમ્બર, સ્મૃતિ દિવસનો વિરોધ કે ઉજવણી કરી શકતો નથી.’

