બોલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય ખાનની પત્ની અને બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાનનું 7 નવેમ્બરના રોજ નિધન થયું છે. જે બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
બોલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય ખાનની પત્ની અને બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાનનું 7 નવેમ્બરના રોજ નિધન થયું છે. જે બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઝરીન ખાન રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન અને જાયદ ખાનની માતા છે. તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કારમાં રિતિક રોશન, જેકી શ્રોફ, બોબી દેઓલ, ગૌરી ખાન જેવા ફિલ્મી સિતારા હાજર રહ્યા હતા. ઝરીન ખાનના અંતિમ સંસ્કાર હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા. જે કારણે ફેન્સના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.

ઝરીન ખાન પોતે પારસી છે. તેમના પતિ મુસ્લિમ છે. આવામાં તેમના અંતિમ સંસ્કાર પારસી પરંપરા અનુસાર દોખમેનાશિની અનુસાર થવા જોઈતા હતા. આ પરંપરા અનુરાસ વ્યક્તિના શરીરને ટાવર ઓફ સાયલન્સ પર રાખવામાં આવે છે અને તેમના શરીરને ગીધ ખાય છે. જોકે, આ પરંપરા લગભગ બંધ થઈ ગઈ છે. જે કારણે હવે અંતિમ સંસ્કાર કે દફનવિધિની પરંપરા અનુસરવામાં આવે છે.
મૃત્યુ પહેલા ઝરીન ખાને પોતાના અંતિમ સંસ્કાર હિન્દુ રીત-રિવાજ મુજબ કરવામાં આવે તેવી ઈચ્છા જાહેર કરી હતી. તેમના પિતાના પરિવારની અટક કતરક હતી. તેમને જીવન વિશ્વાસ રહ્યો અને લગ્ન બાદ પણ તેમણે ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો ન હતો. જે કારણે ઝરીન ખાનના પરિવાર દ્વારા તેમની અંતિમ ઈચ્છાનું માન રાખતા તેમના અંતિમ સંસ્કાર હિન્દુ રીત-રિવાજ મુજબ કર્યા.

