ફેમસ ટીવી સેલેબ્સનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સ્ટાર્સ વધુ ગુસ્સે ભરાયા અને પોલીસ ફરિયાદ કરવા અપીલ કરી.
ફેમસ ટીવી સેલેબ્સનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સ્ટાર્સ વધુ ગુસ્સે ભરાયા. ટીવી સેલેબ્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા પોલીસ ફરિયાદ કરવાની અપીલ કરી. આ વીડિયો છે યે રિશ્તા કયા કહેલાતા હે ફેમ ટીવી અભિનેતા અનુજ સચદેવનો જેમાં તે લોહીથી લથપથ દેખાય છે. અભિનેતા અનુજ સચદેવે પોતાના એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે કે તેમની ગોરેગાંવ, મુંબઈની સોસાયટીના રહેવાસીઓ તેમના પર હુમલો કરી રહ્યા છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.

અનુજે તેના પર થયેલ હુમલાનો વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, “આ માણસ મને કે મારી મિલકતને નુકસાન પહોંચાડે તે પહેલાં હું આ પુરાવા લોકો સાથે શેર કરી રહ્યો છું. વીડિયોમાં દેખાય છે કે અભિનેતાની સોસાયટીમાં રહેતો એક માણસ તેને મારતો હતો અને પૂછતો હતો કે, “શું તને કૂતરો કરડશે?” દરમિયાની તેની પાછળ એક મહિલાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. આ મહિલા ચોકીદારને બોલાવી રહી હતી. થોડી વાર પછી, સુરક્ષા ગાર્ડ્સ દોડી આવ્યા અને તે માણસને અનુજથી દૂર ખેંચી લીધો. જ્યારે અનુજ આખી ઘટના રેકોર્ડ કરી રહ્યો હતો, ત્યારે તે માણસે તેને મારી નાખવાની ધમકી આપી. બાદમાં, ઘાયલ અનુજ કેમેરા પર દેખાયો અને સમજાવ્યું કે તેના પર હુમલો થયો છે.
અભિનેતા અનુજ સચદેવને તેની જ સોસાયટીમાં રહેતા રહીશોએ માર માર્યો. અનુજ અને સોસાયટીના રહીશો વચ્ચે કૂતરાને લઈને આ બબાલ થઈ છે. અનુજ સચદેવાને માર મારતો વીડિયો વાયરલ થયા બાદ કિશ્વર મર્ચન્ટ અને વિવાન ભટેનાથી લઈને નૌહીદ સેરુસી સુધીના બધાએ આ વીડિયો પર પોતાનો આઘાત વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે અનુજ અનેક વખત રખડતા અને ભારતીય જાતિના કૂતરાઓ માટે બોલે છે અને ઘણીવાર તેના પાલતુ કૂતરા, સિમ્બા સાથે જોવા મળે છે. તે કૂતરા દત્તક લેવા અને જવાબદાર સંભાળને પણ પ્રોત્સાહન આપે છે. અનુજ એક લોકપ્રિય ટીવી એક્ટર છે. તે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા શોમાં જોવા મળ્યો છે. તે છેલ્લે ઓટીટી વેબ સિરીઝ “ચલ કપટ” માં કામ્યા અહલાવત સાથે જોવા મળ્યો હતો.
