Entertainment : મને ખબર નથી લોકો કાર્તિક આર્યનને કેમ પસંદ કરે છે…તે બહુ…અભિનેતા પ્રશાંત નારાયણ આ શું બોલ્યા

0
14
meetarticle

પ્રશાંતે કાર્તિક આર્યનને “ખૂબ જ ખરાબ” અભિનેતા ગણાવ્યો છે. ”મર્ડર 2″ ફિલ્મથી લોકપ્રિય થનાર કલાકાર પ્રશાંતની ટિપ્પણી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

”મર્ડર 2″ ફિલ્મથી લોકપ્રિય થનાર કલાકાર પ્રશાંત નારાયણે અભિનેતા કાર્તિક આર્યનને લઈને ટિકાત્મક નિવેદન આપ્યું. જેના બાદ પ્રશાંતની ટિપ્પણી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. પ્રશાંતે કાર્તિક આર્યનને “ખૂબ જ ખરાબ” અભિનેતા ગણાવ્યો છે. તેમજ કાર્તિક ફક્ત માતાપિતાના આશીર્વાદને કારણે જ બોલીવુડમાં ટકી રહ્યો છે તેમ એક અખબાર સાથેની વાતચીમાં આ નિવેદન આપ્યું.


વધુમાં પ્રશાંત નારાયણે કાર્તિક આર્યનને લઈને કહ્યું કે તેનામાં અભિનેતા તરીકેની કુશળતા નથી. કાર્તિક નસીબના જોરે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહ્યો છે. જયારે પ્રશાંતને પૂછવામાં આવ્યું કે આખરે કાર્તિક આર્યનને દર્શકો પસંદ કરી રહ્યા છે. તેની ફેન ફોલોઇંગ પણ ખૂબ વધારે છે. ભારતીય દર્શકોને કાર્તિકની ફિલ્મો જોવી ગમે છે અને તેમને થિયેટરોમાં જોવાનો આનંદ કેમ માણે છે. જો તેનામાં કુશળતા ના હોય તો પછી કાર્તિકને દર્શકો કેમ પસંદ કરે છે. તેના પર પ્રશાંતે જવાબ આપતા કહ્યું કે મને ખબર નથી કે કેટલા લોકો તેમના વખાણ કરી રહ્યા છે, પરંતુ મેં લોકોને તેમના પર હસતા જોયા છે.

ભારતીય દર્શકો થિયેટરમાં કાર્તિકના લીધે નહીં પરંતુ તેના પર હસવા જાય છે. ભારતીય દર્શકો મોટે ભાગે કોઈની પર હસતા હોય છે. નોંધનીય છે કે પંચનામા, ભૂલ ભુલૈયા 2, સોનુ કે ટીટુ કી સ્વીટી, લુકા છુપી, પતિ પટની ઔર વો, શહેજાદા અને સત્યપ્રેમ કી કથા જેવી ફિલ્મોમાં કાર્તિક કામ કર્યું છે અને આગામી સમયમાં નાગઝિલામાં અભિનેતા પ્રિયમવદેશ્વર પ્યારે ચંદની ભૂમિકામાં જોવા મળશે. કરણ જોહર, મહાવીર જૈન, આદર પૂનાવાલા, અપૂર્વ મહેતા, મૃગદીપ સિંહ લાંબા અને સુજીત જૈન દ્વારા નિર્મિત, નાગઝિલા એક અનોખી મનોરંજક ફિલ્મ છે.

પ્રશાંત નારાયણને ”મર્ડર 2″ માં અત્યંત ડાર્ક વિલન ભૂમિકાથી ને લોકપ્રિયતા મળી. અનેક ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવ્યા બાદ, પ્રશાંતે “રંગબાઝ,” “અભય,” અને “માઈ” જેવી વેબ સિરીઝમાં પણ શક્તિશાળી પાત્રો ભજવ્યા છે. આ અભિનેતા ફિલ્મો અને વેબ સિરીઝમાં મોટાભાગે ડાર્ક પાત્રો ભજવતો જોવા મળ્યો છે. પ્રશાંતે અગાઉ પદ્માવતમાં રણવીર સિંહે કરેલ ભૂમિકાને લઈને પણ ટિપ્પણી કરી હતી. આ ઉપરાંત પોતાને ખૂબ ગંભીર તરીકે રજૂ કરતા કલાકારો કટાક્ષ કરતા કહ્યું હતું કે શું તે અગાઉ હોસ્પિટલમાં હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here