બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ માટે ખુશીનો દિવસ છે. રાજકુમાર અને પત્રલેખા માતાપિતા બન્યા. આ દંપતીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી.
બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ માટે ખુશીનો દિવસ છે. રાજકુમાર અને પત્રલેખા માતાપિતા બન્યા. આ દંપતીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી. બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશી ફેન્સ સાથે શેર કરી છે. આ પોસ્ટમાં એક નાનુ પાલનું હતું અને લખ્યું હતું, અમે ખૂબ ખુશ છીએ. અમારી ચોથી લગ્ન વર્ષગાંઠ પર ભગવાને આપેલા સૌથી મોટા આશીર્વાદ. આ પોસ્ટ પર બોલીવુડ સેલેબ્સ સહિત યુઝર્સે રાજકુમાર અને પત્રલેખાને અભિનંદન આપ્યા.

મહત્વનું છે કે લગ્નના ચાર વર્ષ પછી આ કપલ પેરન્ટ્સ બન્યા. સોશિયલ મીડિયામાં રાજકુમાર રાવના ફેન્સ આ ખુશખબરી પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ, કેટરિના કૈફ અને વિકી કૌશલ માતા-પિતા બન્યા છે. ત્યારબાદ બોલીવુડમાંથી વધુ એક દંપતીએ ખુશખબર આપ્યા. જણાવી દઈએ કે પત્રલેખાએ 9 જુલાઈના રોજ એક પોસ્ટમાં પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં પત્રલેખાએ સ્વીકાર કર્યો કે રાજકુમાર રાવ ખરેખર એક માયાળુ માણસ છે. તેનો સંભાળ રાખનાર સ્વભાવ જોઈને સમજાયું કે તે એક સારા પિતા બની શકશે.
પત્રલેખા અને રાજકુમાર રાવ 2014માં ફિલ્મ ” સિટીલાઈટ્સ “ના શૂટિંગ દરમિયાન મુલાકાત થઈ અને તેઓ પ્રેમમાં પડ્યા હતા. ઓક્ટોબર 2021 માં, રાજકુમારે પત્રલેખાને પ્રપોઝ કર્યું અને પત્રલેખા સાથે 2021 માં લગ્ન કર્યા. રાજકુમાર રાવે થોડા સમય પહેલા એક લકઝરી કારની ખરીદી કરતા સમાચારમાં હતો. અભિનેતા નિકમ ફિલ્મમાં જોવા મળશે. રાજકુમાર તેના અભિનયને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ચોક્કસ સ્થાન બનાવ્યું છે. શ્રદ્ધાકપૂર સાથેની સ્ત્રી ફિલ્મમાં તેના અભિનયની લોકો ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે.

