ENTERTAINMENT : સતીશ શાહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન: રત્ના પાઠક, રૂપાલી ગાંગુલી, દિલીપ જોશી સહિતના કલાકારો થયા ભાવુક

0
48
meetarticle

લોકોના ચહેરા પર હાસ્ય ફેલાવનારા હિન્દી સિનેમાના પીઢ અભિનેતા સતીશ શાહનું 74 વરસની વયે બાંદરા પૂર્વમાં તેમના નિવાસસ્થાને બપોરે અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. તેમના અંતિમ દર્શન માટે બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ પહોંચ્યા હતા. સતીશને અંતિમ વિદાય આપતા મિત્રો, સહ-કલાકારો અને પરિવારના સભ્યો બધા ભાવુક થઈ ગયા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે રવિવારે મુંબઈમાં કરવામાં આવ્યા.

અંજન શ્રીવાસ્તવ, દેવેન ભોજાણી અને જોની લીવર સહિત અનેક સેલિબ્રિટીઓ પણ સતીશ શાહને અંતિમ વિદાય આપવા પહોંચ્યા. આ દરમિયાન ઘણા સ્ટાર્સ ભાવુક જોવા મળ્યા

મીડિયા સાથે વાત કરતા અભિનેતા જમનાદાસ મજીઠિયાએ કહ્યું, ‘તેઓ બિલકુલ ઠીક હતા. અમે ગઈકાલે તેમને મળવા આવ્યા હતા પણ મળી શક્યા નહીં.’ ઘણા સેલિબ્રિટી તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. અભિનેત્રી પૂનમ ધિલ્લોન, સુપ્રિયા પાઠક, પંકજ કપૂર તેમજ અન્ય ઘણી સેલિબ્રિટીઓ પણ સતીશ શાહને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા.

ફિલ્મ નિર્માતા ડેવિડ ધવન પણ સ્મશાનગૃહ પહોંચ્યા હતા

દિગ્દર્શક ડેવિડ ધવન પણ સતીશ શાહને અંતિમ વિદાય આપવા માટે સ્મશાનગૃહ પહોંચ્યા હતા.

કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા ફરાહ ખાન પણ સતીશ શાહને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન ફરાહ ખૂબ જ ઉદાસ દેખાતી હતી.

સતીશ શાહની ઓનસ્ક્રીન પત્ની રત્ના પાઠક શાહ, જે તેમને અંતિમ વિદાય આપવા પહોંચી હતી, તેઓ પણ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. તેઓ રડતી જોવા મળ્યા હતા. તેમના પતિ અને અભિનેતા, નસીરુદ્દીન શાહ, નજીકમાં ઉભા રહીને તેમને સાંત્વના આપતા જોવા મળ્યા.

પીઢ અભિનેતા સુધીર પાંડેએ સતીશ શાહના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. અનુપમા સિરિયલમાં રૂપાલી ગાંગુલીના સસરા તરીકે જાણીતા હસમુખ શાહ પણ પહોંચ્યા હતા.

પીઢ અભિનેતા શરત સક્સેના પણ સ્મશાનગૃહમાં પહોંચ્યા હતા, તેમની સાથે તેમના મિત્ર સતીશ શાહની યાદો હતી. શરદ સમારંભ દરમિયાન ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા.

દિલીપ તાહિલ સ્મશાનગૃહમાં પહોંચ્યા

પીઢ અભિનેતા દિલીપ તાહિલે પણ તેમના મિત્ર સતીશ શાહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

નીલ નીતિન મુકેશે પણ અંતિમ શ્રદ્ધાંજલિ આપી

અભિનેતા નીલ નીતિન મુકેશે પણ સતીશ શાહને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા. પીઢ અભિનેતા સુરેશ ઓબેરોયે પણ તેમના મિત્રને અંતિમ વિદાય આપી.

સતીશ શાહના અંતિમ સંસ્કાર સમયે ઓનસ્ક્રીન પુત્રવધૂ અને અભિનેત્રી રૂપાલી ગાંગુલી ખૂબ જ દુ:ખી હતી. તે પણ રડતી જોવા મળી હતી. સારાભાઈ શોમાં રોશેશની ભૂમિકા ભજવનાર અભિનેતા રાજેશ કુમાર પણ ખૂબ જ રડતા જોવા મળ્યા હતા
અભિનેતા ટીકુ તલસાણિયા પણ તેમના મિત્ર સતીશ શાહના નિધનથી ખૂબ જ દુઃખી હતા. તેઓ તેમને અંતિમ વિદાય આપવા માટે સ્મશાનગૃહ પણ પહોંચ્યા હતા.

લોકોના ચહેરા પર હાસ્ય ફેલાવનારા પીઢ અભિનેતા સતીશ શાહનું 74 વરસની વયે બાંદરા પૂર્વમાં તેમના નિવાસસ્થાને બપોરે અવસાન પામ્યા હતા. તેમના વિશ્વાસુ અને 30 વર્ષથી પર્સનલ આસિસ્ટંટ રહેલા રમેશ કડતલાએ સમાચારને પુષ્ટી આપી હતી. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને હાલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. તેમના મેનેજરે સતીષ શાહની નિધનની પુષ્ટિ કરી હતી અને તેમના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમના લગ્ન ડિઝાઈનર મધુ શાહ સાથે થયા હતા. ફિલ્મ ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ તેમના યોગદાનની પ્રશંસા કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here