ENTERTAINMENT : ‘સત્તે પે સત્તા’ ફેમ અભિનેત્રી મધુ મલ્હોત્રાનું 72 વર્ષની વયે નિધન: બોલિવૂડમાં શોકની લહેર

0
18
meetarticle

હિન્દી સિનેમાના સુવર્ણ યુગની જાણીતી અભિનેત્રી મધુ મલ્હોત્રાનું 72 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. 13મી માર્ચના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાના સમાચાર સામે આવતા જ બોલિવૂડ જગતમાં શોકની લહેર ફરી વળી છે. 70 અને 80ના દાયકાની ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવનાર મધુ મલ્હોત્રાએ પોતાની કારકિર્દીમાં લાંબી રહી હતી.

અહેવાલો અનુસાર, મધુ મલ્હોત્રાએ તેમની કારકિર્દી દરમિયાન 100થી વધુ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. જોકે, તેમને સૌથી વધુ લોકપ્રિયતા ફિલ્મ ‘હીરો’ ના સદાબહાર ગીત “લંબી જુદાઈ”થી મળી હતી. આ ગીતે તેમને પ્રેક્ષકોના હૃદયમાં અમર કરી દીધા હતા. તેમણે મુખ્યત્ત્વે સહાયક અને ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કર્યું હતું, છતાં દરેક પાત્રમાં તેમણે પોતાની અલગ છાપ છોડી હતી.મધુ મલ્હોત્રાના અભિનયના સફરમાં અનેક સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. જેમાંની મુખ્ય ફિલ્મો સત્તે પે સત્તા, કર્જ, રિશ્તા કાગજ કા, વિશ્વનાથ, કયામત જેવી ફિલ્મો રહી છે.

તેમના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા જ ફિલ્મ ઉદ્યોગના અનેક કલાકારો અને ચાહકોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે. સિનેમા જગતના લોકોએ તેમને એક નમ્ર અને પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે યાદ કર્યા છે. ભલે તેઓ પડદા પરથી લાંબા સમયથી દૂર હતા, પરંતુ તેમની ફિલ્મો અને ગીતો હંમેશા સિનેમા પ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here