તાજેતરમાં ભરૂચ તાલુકાના તવરા ખાતે યોજાયેલ કલા મહાકુંભમાં મનુબરની યુવક મંડળ હાઈસ્કૂલના ૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમની પ્રતિભાથી શાળા તેમજ ગામનું નામ રોશન કર્યું છે.
આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં ધોરણ ૧૦ની વિદ્યાર્થીની પટેલ રોમાના આસિફે વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવીને શાળાને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત, નિબંધ લેખન સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ અસાધારણ કૌશલ્ય દર્શાવ્યું હતું. જેમાં કાદરી સાલેહાબાનુ એહતેશામએ પ્રથમ સ્થાન અને પટેલ મુહિબા દિલાવરહુસેનએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સમગ્ર મનુબર ગામમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


