WORLD : પેન્સિલવેનિયાના યુએસ સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ, બેના મોત અનેક લોકો ઘાયલ

0
138
meetarticle

અમેરિકાના પેન્સિલવેનિયામાં એક સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો. જેમાં બે લોકોના મોત નીપજ્યા છે અને 10થી વધારે લોકો ઘાયલ થયા છે. આ ઘટના સોમવારે તે પેન્સિલવેનિયાના પિટ્સબર્ગ નજીક યુએસ સ્ટીલ પ્લાન્ટમાં બની હતી.

વિસ્ફોટ બાદ ઘટના સ્થળ પર દૂર દૂર સુધી ધુમાડા ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

આગ લાગ્યા બાદ થયા વિસ્ફોટ

પોલીસે જણાવ્યુ કે, મોન વેલી વિસ્તારમાં આવેલા એક પ્લાન્ટમાં સવારના સમયમાં આ આગ લાગી હતી. આગ બાદ અચાન વિસ્ફોટ થયો અને બાદમાં નાના નાના અનેક વિસ્ફોટ થયા. જેમાં એક કર્મચારીનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ, અને અન્ય એક વ્યક્તિનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યુ. આપને જણાવી દઇએ કે યુએસ સ્ટીલ હવે જાપાનની નિપ્પોન સ્ટીલ કંપનીની પેટાકંપની છે. કંપની પ્રશાસને કહ્યુ કે આ ઘટનાનું કારણ જાણવા તપાસ કરવામાં આવશે.

પહેલા પણ અનેક વખત બન્યા છે બનાવ

નોંધનીય છે કે સપ્ટેમ્બર 2009 માં પણ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો જેમાં એક કર્મચારીનું મૃત્યુ થયું હતું. જુલાઈ 2010 માં ફરી એકવાર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો જેમાં 14 કર્મચારીઓ અને છ કોન્ટ્રાક્ટર ઘાયલ થયા હતા.2024 માં પ્લાન્ટમાં એક અકસ્માત પણ થયો હતો જેમાં એક કર્મચારીનું બળી જવાથી મૃત્યુ થયું હતું. આ અકસ્માતોને કારણે, યુએસ સ્ટીલને સલામતીના ઉલ્લંઘન માટે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here