BOLLYWOOD : આમિરને જૈસિકા હાઈન્સથી લગ્નબાહ્ય સંતાન હોવાનું ફૈઝલે કન્ફર્મ કર્યું

0
101
meetarticle

આમિર ખાનને જેસિકા હાઈન્સ નામની એક વિદેશી પત્રકાર સાથે લગ્નન કર્યા વિના જ એક પુત્ર હોવાની વાત દાયકાઓથી ચર્ચાય છે. હવે આમિરના ભાઈ ફૈઝલે આ વાત  કન્ફર્મ કરી છે.

આમિરના પરિવાર અને ફૈઝલ વચ્ચે હાલ પારિવારિક તકરાર ચાલી રહી છે. ફૈઝલે  પોતાને પાગલ ઠરાવી એકાંતવાસમાં પૂરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સમગ્ર પરિવાર પર કર્યા હતા. બાદમાં આમિર તથા તેની બંને ભૂતપૂર્વ પત્નીઓ રિના તથા કિરણે આ વાત નકારી હતી.

હવે ફૈઝલે વધુ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સમગ્ર પરિવારમાં કોઈનાં લગ્ન સફળ નથી તેમ છતા પણ મને લગ્ન કરી લેવા દબાણ કરવામાં આવતું હતું. આમિરે રિનાથી છૂટાછેડા લીધા અને તે કિરણ સાથે રહેતો હતો તે દરમિયાન તેને જેસિકા  હાઈન્સથી પુત્ર પણ થયો છે.  જેસિકા અને આમિરના આ પુત્રનું નામ જાન હોવાનું કહેવાય છે.

તેની કેટલીક તસવીરો પણ અગાઉ વાયરલ થઈ હતી.

ફૈઝલે થોડા સમય પહેલાં જાહેર કર્યું હતું કે તે પોતાના સમગ્ર પરિવાર સાથેના સંબંધોનો અંત આણી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here