અમેરિકાના મિશિગનમાં જોરદાર અકસ્માત સર્જાયો છે. ટસ્કોલા કાઉન્ટીના ગિલફોર્ડ ટાઉનશીપમાં એક પિકઅપ ટ્રકે સ્ટોપ સાઇનની અવગણના કરીને એમિશ સમુદાયની વેનને ટક્કર મારી. આ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. અને અનેક લોકો ઘાયલ થયા છે.
રફતારનો કહેર જોવા મળ્યો
અમેરિકાના રસ્તા પર ફરી એક વખત રફ્તારનો કહેર જોવા મળ્યો છે. મિશિગનના ગ્રામ્ય વિસ્તારમાં એક પિકઅપ ટ્રકે સ્ટોપ સાઇનની અવગણના કરીને એમિશ સમુદાયના સભ્યો ભરેલી વેનને ટક્કર મારી હતી. જેમાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયા છે. આ અકસ્માત મંગળવારે બપોરે ટસ્કોલા કાઉન્ટીના ગિલફોર્ડ ટાઉનશીપમાં બન્યો હતો. જે ડેટ્રોઇટથી આશરે 160 કિ.મી. ઉત્તર તરફ આવેલું છે.મહત્વનુ છે કે આ અકસ્માતના 6 લોકોના મોત નીપજ્યા હતા.
બંને વાહનોમાં કુલ 13 લોકો હતા સવાર
મળતી માહિતી અનુસાર બંને વાહનોમાં કુલ 13 લોકો સવાર હતા. જેમાંથી 10 લોકો વેનમાં હતાં. આ મામલા અંગે અમેરિકન શેરીફ ઓફિસે જણાવ્યું કે અકસ્માતના કારણે અનેક યાત્રીઓ વેન અને પિકઅપમાંથી બહાર ફંગોળાઈ ગયા હતા. હાલ સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય ઘાયલ લોકોની હાલત વિશે હજુ માહિતી મળી નથી. આ પહેલાં પણ અમેરિકામાં અકસ્માતના બનાવો બનવા પામ્યા છે.