GUJARAT : પોરબંદર એસટી ડેપોના મહિલા કંડક્ટરે બસમાંથી મળેલ રૂ.૧૬૦૦૦ મૂળ માલિકને શોધી “તેરા તુજકો અર્પણ” પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરું પાડ્યું

0
135
meetarticle

આજના સાયબર અને કલીકાળ ના યુગમાં માનવી પૈસા મેળવવા અને તેની પાછળ પૈસા કેમ કરીને મળે તેવા વિચારો સાથે આંઘળી દોટ મુકી રહયો છે. તેમજ પૈસા મેળવવા મેળવવા માવનતાને નેવે મુકીને અનેક કાવાદાવાઓ, પેંતરાં રચવા, પૈસા માટે ચોરી,લુટફાટ કે પછી માનવીનુ અપહરણ કરીને ધાક ધમકી આપી તેમજ અનેક રીતરસમ અપનાવી એનકેન રીતે પૈસા મેળવવા નિર્દય રદયનો માનવી અચકાતો નથી.


ત્યારે આવા આજના હળાહળ કલીકાળ યુગમાં હરામના પૈસા, કિંમતી વસ્તુઓ મળે તો તેને ગૌણ સમજી માનવતા મરી પરવરી નથી તેવા દાખલા બેસાડનારા હજુ ક્યાંક જોવા મળે છે ત્યારે આવો એક પ્રમાણીક ભર્યો દાખલો દેવભીમિ દ્વારકા જિલ્લા ના ગાંગડી ગામના અને હાલ પોરબંદર એસ.ટી. ડેપો ખાતે એસ.ટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા મહિલા અસ્મિતાબેન લાલગર મેઘનાથી એ એસ.ટી બસમાં સણોસરી ગામના વેજાભાઈ પીઠાભાઈ ગોજીયા નામના મુસાફરી કરેલ મુસાફરના રૂ.૧૬૦૦૦ રોકડા ભરેલ કોથળી મળુ માલીકને પરત આપી એસ.ટી. તેમજ પોરબંદર ડેપોનું ગૌરવ વધારી પ્રામાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે..

આ અંગેની જાણવા મળેલ હકકીત પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંગડી ગામના કોલેજ કક્ષા સુધી અભ્યાસ કરી ૨૦૧૯ માં પ્રથમ ખંભાળિયા ડેપોમાં કંડકટર તરીકે નોકરી મેળવેલી. ત્યારબાદ ૨૦૨૨માં પોરબંદર એસટી ડેપો ખાતે બદલી થયેલી.
પોરબંદર એસટી ડેપો ખાતેથી ગત તારીખ ૨૨/૦૮ ના રોજ અઢી વાગ્યા ની પોરબંદર ડેપોથી ઉપડતી પોરબંદર દેવરીયા હર્ષદ રૂટની બસ લઈને તેમના રૂટમાં થતા હતા ત્યારે પોરબંદર થી આ બસમાં ગાંગડીના પાટીયા જવા માટે સણોસરી ગામના વેજાભાઈ પીઠાભાઈ ગોજીયા નામના એક મુસાફર પણ મુસાફરી કરતા હતા
મુસાફરી દરમિયાન તેમની પાસે રહેલ રૂપિયા ૧૬૦૦૦ ની ભરેલા કોથળી બસમાં પડી ગયેલ. ત્યારબાદ તેઓએ બસમાં શોધ ખોળ કરેલી પરંતુ મળે નહીં.
ત્યારબાદ આ રૂટની બસ હર્ષદ ગામે જઈ રાત્રી રોકાણ કરેલ તે દરમિયાન આ રૂટને બસમાં ફરજ બજાવતા મહિલા કંડકટર અસ્મિતાબેન લાલગર મેઘનાથીએ પડી ગયેલા મુસાફરના પૈસા ની બસમાં શોધખોળ કરતા આખરે બસની સીટની નીચે દેખાય નહીં તેવી રીતે પડેલા હતા ત્યારે તુરંત જ તેઓએ રકમ સાથેની કોથળી પોતાના કબજામાં લઈ લીધી.
ત્યારબાદ મુસાફરના બસમાં ખોવાયેલા રૂપિયા ૧૬૦૦૦ ભરેલી કોથળી મૂડ માલિકને પરત અપાવવા મહિલા કંડક્ટરે પોતાના સગા સંબંધીઓ તેમજ અન્ય મુસાફર મારફત શોધખોળ કરી બસમાં પડી ગયેલા પૈસાના મુળ માલિકને શોધી પૈસા તેના છે કે કેમ તેની પૂરેપૂરી ખરાઈ કર્યા બાદ ગઈકાલે પોરબંદર ખાતે મુળ માલિકને બોલાવી પોરબંદર એસટી ડેપો મેનેજર પી.બી. મકવાણા તથા સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ.રૂઘાણી ની રૂબરૂમાં સદરહુ મુસાફર વેજાભાઈ પીઠા ભાઈ ગોજીયા ને તેમની રકમ પરત આપેલ. ત્યારે મુસાફરે પણ મહિલા કન્ડકટર ની પ્રમાણિકતાની કદર કરી તેમનો આભાર માન્યો હતો.
અત્રે યાદ આપવું ઘટે કે આ મહિલા કંડકટર ખંભાળિયા ડેપો ખાતે ફરજ બજાવતા હતા ત્યારે પણ ચારેક જેટલા કીમતી મોબાઈલો ભૂલકણા મુસાફર બસમાં ભૂલી જતા તેઓના નંબર મેળવી પરત અપાવ્યાના પ્રમાણિકતાના દાખલા પણ બતાવેલા છે.
આવા પ્રમાણિકતા અને ઈમાનદારીનો ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર મહિલા કંડકટર અસ્મિતાબેન મેઘનાથી ને પોરબંદર ડેપોનું ગૌરવ વધારવા બદલ ડેપો મેનેજર પી બી મકવાણા તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ. એમ. રૂઘાણી એટીઆઈ એચ આર ઓડેદરા તથા એસટી ડેપોના સમગ્ર એસટી કર્મચારી પરિવારે અસ્મિતાબેનને અભિનંદન પાઠવેલ છે

REPOTER :  વિરમભાઈ કે આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here