અમદાવાદમાં લોકો અસમાજિક તત્વોની જેમ તાંત્રિકોની હેરાનગતિનો શિકાર થઈ રહ્યા છે. વિરમગામમાં એક ફરસાણના વેપારીને મહિલા તાંત્રિકે 67 લાખનો ચુનો લગાવ્યો.
ફરસાણના વેપારીની દુકાન નીચે ધન છુપાયેલું છે. આ ધન પાછું મેળવવવા મહિલા તાંત્રિકે વિધિ કરવા વેપારી પાસેથી લાખો રૂપિયા અને કિમંતી દાગીના પડાવી લીધા. છેતરપિંડી થયાનું માલૂમ પડતા ફરસાણના વેપારીએ વિરમગામની મહિલા તાંત્રિક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
ફરસાણના વેપારી સાથે થઈ છેતરપિંડી
આ પોલીસ ફરિયાદ મુજબ વેપારી વિરમગામમાં માંડલ રોડ પર ફરસાણની દુકાન ધરાવે છે. આ દુકાન હાલમાં દબાણમાં આવવાની હોવાથી તૂટવાની છે. વેપારી દુકાનને લઈને ભારે આર્થિક કટોકટીનો સામનો કરતો હોવાથી તેમણે આ દુકાન વેચવાનો નિર્ણય કર્યો. પરંતુ નવી દુકાનનો સોદો કર્યા બાદ પણ તેમના નામે દસ્તાવેજ થયો નહોતો. દરમિયાન તેઓ એક મહિલા તાંત્રિકના સંપર્કમાં આવ્યા. ગોધરાની રહેવાસી આ મહિલા તાંત્રિકે કહ્યું કે તમારી દુકાન નીચે મોટા પ્રમાણમાં ધન છુપાયેલું છે. આ ધન હું તમને પાછું મેળવવામાં મદદ કરીશ.


