આગામી સપ્ટેમ્બર મહિનામાં શરૂ થવા જઈ રહેલ એશિયા કપ 2025ને હવે 1 મહિનો પણ બાકી નથી રહ્યો એવામાં હવે તમામની નજર દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનાર મેચ પર ટકેલી છે.
14 સપ્ટેમ્બરે દુબઈમાં ટક્કર
આગામી સપ્ટેમ્બર મહિનામાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર થવા જઈ રહી છે. એશિયા કપની શરૂઆત આમતો 9 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે પરંતુ તમામ ક્રિકેટ રસિકોની નજર હાલ માત્ર ને માત્ર ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાવા જઈ રહેલ મેચ પર રહેલી છે. જગ્યા કોઈ પણ હોય , સ્થળ કોઈ પણ હોય, ટુર્નામેન્ટ કોઈ પણ હોય વિશ્વ ક્રિકેટ પ્રેમીઓની નજર માત્ર ને માત્ર આ જંગ વચ્ચે રહેલી જોવા મળે છે. ત્યારે તમામ ને એક જ સવાલ થઈ રહ્યો છે કે આગામી મેચમાં કોણ ભારે પડશે.
ત્રીજી વખત ટકરાશે બંને ટીમ
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનની ટીમને એકજ ગ્રૂપમાં રાખવામાં આવી છે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલ આ મેચમાં જે ભારત અને પાકિસ્તાનની ટીમ સુપર-4 માં પહોંચે છે, તો આ મેદાન પર એવી આશા રાખવામાં આવી રહી છે કે બંને ટીમો વચ્ચે ફાઈનલની જંગ પણ જોવા મળી શકે છે. જો . જો બંને ટીમો ફાઇનલ સુધીની યાત્રા પાર કરવામાં સફળતા મેળવે છે તો આ મેદાન પર ત્રીજી વખત ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે. પરંતુ સમસ્યા એ છે કે દુબઈનું સ્ટેડિયમ ભારત માટે વધારે ભાગ્યશાળી રહ્યું નથી.
દુબઈનું સ્ટેડિયમ ભારત માટે કપરા ચઢાણ
ભારતીય ક્રિકેટ ટીમનો દુબઈનું સ્ટેડિયમ ખાતેનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ એક દ્રષ્ટિએ જોતાં આમ તો યાદ કરવા જેવો નથી પરંતુ આગામી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલ છે ત્યારે જોવા જઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 T20 મેચ રમાઈ છે, જેમાંથી 2 પાકિસ્તાને જીતી છે અને એક ભારતે જીતી છે. ત્રણ વર્ષ પહેલા યોજાયેલા એશિયા કપમાં, ભારત અને પાકિસ્તાન આ મેદાન પર બે વાર ટકરાયા હતા અને એક-એક મેચ જીતી હતી. પાકિસ્તાને જે વધારાની મેચ જીતી છે તે 2021 ના T20 વર્લ્ડ કપમાં હતી.


